હવે કોનો વિશ્વાસ કરવો અને કોનો નહિ! પિતાના મિત્રએ જ ફુલ જેવી દીકરી સાથે કર્યુ દુષ્કર્મ, 4 વર્ષની બાળકીના શરીરે બચકા ભરી હેવાનિયતની તમામ હદો પાર કરી
Girl Child Rape Case : અરવલ્લીમાં નરાધમ યુવકે 4 વર્ષની બાળકીને બનાવી હવસનો શિકાર... ધનસુરાના ગામમાં પિતાના મિત્રએ જ પહેલા બાળકી પર દુષ્કર્મ આચર્યુ... બાદમાં બાળકીની ઘાતકી હત્યા કરી...
Arvalli News સમીર બલોચ/અરવલ્લી : અરવલ્લીમાં ૪ વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ચોંકાવનારી ઘટના બની છે. ધનસુરા તાલુકાના એક ગામની બાળકી સાથે હેવાનિયત જેવી ક્રુરતા આચરવામાં આવી. ગામના જ યુવકે ૪ વર્ષની બાળકીને પીંખી નાંખી. બાળકીના પિતાનો મિત્ર એવો હેવાન બન્યો કે, તેણે પોતાના ઘરમાં જ બાળકીને લઇ જઈ પીંખી નાંખી હતી. નરાધમે હેવાનિયતની તમામ હદો પાર કરી હતી. તેણે બાળકીના શરીરે બચકા ભરી ઘરમાં જ હત્યા કરી હતી. ઘટના બાદ આરોપીણે ગ્રામજનોએ ફટકાર્યો હતો. આરોપી જ્યંતી પરમારને પોલીસ હવાલે કરાયો છે. હાલ આ ઘટનાને પગલે અરવલ્લી જિલ્લાનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ધનસુરામાં પહોંચી ગયો છે. આ ઘટનાના પગલે આરોપી પ્રત્યે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બાળકી સાથે ક્રુરતા આચરી
અરવલ્લી જિલ્લાના ધનસુરા પંથકમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે મિત્રતાના સંબંધને લાંછન લગાડતો કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન સામે આવ્યો છે અને ઘટનામાં 4 વર્ષની ફૂલ જેવી બાળકી સાથે દુષ્કર્મ આચરી તેના શરીરના જુદા જુદા અંગો પર બચકા ભરી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું ક્રૂર ઘટના સામે આવતા પંથકમાં ચકચાર મચી છે.
લોકસભા માટે ભાજપની નવી રણનીતિ : મિશન મોડમાં આવી ગયેલા ગુજરાત ભાજપે લીધો મોટો નિર્ણય
મિત્રની દીકરીને જ પીંખી
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના એક ગામડામાં જઘન્ય ઘટના સામે આવી છે. ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી બાળકી ને મોઢાના ભાગે તેમજ પગના ભાગે બચકા ભરી તેને મોતને ઘાટ ઉતારી છે. ગામમાં રહેતા આરોપી જયંતી રખાભાઈ પરમારે મિત્રતાને લાંછન લગાવ્યું છે મિત્રની ચાર વર્ષની બાળકી ને પિંખી નાખી તેને મોતને ઘાટ ઉતારી છે. નરાધમે હેવાનીયતની તમામ હદો પાર કરી છે. અને બાળકીને મોઢે તેમજ પગમાં બચકા ભરીને માંસ કાઢી નાંખ્યુ હતું.
આજે અને આવતીકાલે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ : અંબાલાલની આ આગાહીથી ચેતીને રહેજો
બીજી તરફ, બાળકી ગુમ થતા તેના પિતા અને ગ્રામજનો શોધખોળ કરતા હતા અને આરોપીના ઘરે રમવા જતી હોવાનું સામે આવ્યું હતું ત્યારે આરોપીએ તેના જ ઘરમાં ખાટલા ઉપરથી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાને પગલે ધનસુરા પોલીસ સહિત ડીવાયએસપી, એલસીબી, એસઓજી, પીઆઈ સહિત ઉચ્ચપોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હતો આરોપીને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સમાજ માટે લાલબત્તી સમાન બનેલ આ ઘટનાથી આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહી છે ત્યારે નાની ફૂલ જેવી બાળકીને તેના પિતાના મિત્રએ જ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દેતા આ દુનિયામાં કોણા પર વિશ્વાસ કરવો અને કોણા પર નહિ તે પણ હવે એક મોટો સવાલ સમાજ માટે છે.
મધદરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, ગુજરાતની બોટનું કર્યું અપહરણ, 9 માછીમારોને લઈ ગયા