મિતેશ માળી/વડોદરા : દિવાળીમા આરોગવામાં આવતા મઠીયા ચોરાફળી પાપડ પાદરા તાલુકાના લુણા ગામના છેલ્લા 20 વર્ષ થી વખણાય છે. આ ચોરાફળી-મઠીયા અને પાપડની ન માત્ર ગુજરાત પરંતુ વિદેશમાં પણ એટલી જ માંગ છે. આ ઉદ્યોગ સાથે ગામની મહિલાઓ સંકળાયેલી છે. સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા જ થાય છે. તમામ પ્રોસેસ સાથે મહિલાઓ સંકળાયેલી છે અને સંચાલન મેનેજમેન્ટથી માંડીને વિદેશમોકલવા સુધીની તમામ પ્રક્રિયાઓમાં મહિલાઓ સંકળાયેલી છે અથવા તો સંચાલન થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર : દિવાળી પહેલા ચૌહાણ પરિવારમાં માતમ છવાયો, ત્રણ પુત્રોના તળાવમાં ડૂબી જતા મોત

દિવાળીના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકો રહ્યા છે ત્યારે દિવાળીના તહેવારોમાં ખાસ કરીને ગુજરાતીઓની થાળીમાં પીરસતી બે વસ્તુ જે મઠીયા ચોરાફળી હોઈ છે. જે પાદરા તાલુકાના એક નાનકડા ગામની વખણાય છે જી હા પાદરા તાલુકા સહિત સમગ્ર જિલ્લાની સાથે વિદેશમાં પણ લોકોને આ વાનગીનો ચસકો લાગેલ છે જેથી આ ગામ વિદેશમાં પણ વખણાય રહ્યું છે. પાદરા તાલુકાનું લુણા ગામ જે ગામ માં છેલ્લા 20 વર્ષથી આ ગામ માં મઠીયા ચોરાફળી પાપડનો ગૃહ ઉદ્યોગ ચાલી રહ્યો છે.


કચ્છ : પાકિસ્તાનથી આવેલા તીડના ત્રાસને રોકવા તંત્ર સજ્જ, 28 ટીમ તૈનાત કરાઈ


દિવાળી બગડવાના એંધાણ, હવામાન ખાતાએ વરસાદને લઈને કરી મોટી આગાહી


જે તાલુકા સહિત સમગ્ર જિલ્લાના લોકો ખરીદી કરવા માટે પડા પડી કરે છે. મઠીયા ચોરાફળી દિવાળીના એક મહિના પહેલા જ લોકો ખરીદી કરતા હોય છે અને રોજની આ વાનગી 500થી 600 કિલોનું વેચાણ થઈ રહ્યું છે. મઠીયા ચોરાફળી બનાવવા માટે 15 જેટલી મહિલાઓ કામે લાગતી હોય છે અને તે પણ પોતાના ગામ ની જ મહિલાઓને આ ઉદ્યોગમાં રોજગારી મળી રહે તે માટે કામ કરે છે. જેથી આ ગામ મઠીયા ચોરાફળી પાપડના નામે લુણા ગામ વખણાય છે.