કચ્છ : પાકિસ્તાનથી આવેલા તીડના ત્રાસને રોકવા તંત્ર સજ્જ, 28 ટીમ તૈનાત કરાઈ

કચ્છના સરહદી લખપત તાલુકામાં સૂકા વિસ્તારમાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છને તીડના ત્રાસથી બચાવવા 28 ટીમોને તૈનાત કરી છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે.

Updated: Oct 21, 2019, 03:04 PM IST
કચ્છ : પાકિસ્તાનથી આવેલા તીડના ત્રાસને રોકવા તંત્ર સજ્જ, 28 ટીમ તૈનાત કરાઈ

હિતલ પારેખ/ગાંધીનગર :કચ્છના સરહદી લખપત તાલુકામાં સૂકા વિસ્તારમાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છને તીડના ત્રાસથી બચાવવા 28 ટીમોને તૈનાત કરી છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે.

દિવાળી બગડવાના એંધાણ, હવામાન ખાતાએ વરસાદને લઈને કરી મોટી આગાહી 

લખપતના 15 અને અબડાસાના 3 અને નખત્રાણાના 3 ગામોમાં તીડ દેખાયા છે. ત્યારે આ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ભૂજ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. હાલ કચ્છના કુલ 88 હેક્ટરમાં તીડ દેખાયા છે. આ તમામ વિસ્તારોમાં હાલ દવાનો છંટકાવ ચાલુ છે. ગઈકાલે લખપતમાં તીડના આતંકનો તાગ મેળવવા કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રુપાલાએ કચ્છની મુલાકાત લીધી હતી. 

સુરત : ડોક્ટરે ફોન પર નર્સને ઈન્જેક્શન આપવાની સલાહ આપી, ને ગયો યુવતીનો જીવ

કચ્છના સરહદી વિસ્તારમાં સીમાપાર પાકિસ્તાનથી આવેલા તીડનો આંતક વધ્યો છે. આ રણતીડ અત્યંત ખતરનાક હોય છે અને તેને રોકવામાં નહીં આવે તો કચ્છના ખેડૂતોનો ઉભો પાક સાફ થઇ જશે. લખપત તાલુકાની ઉત્તરે રણ વિસ્તારમાંથી તીડના ધાડા સૂકા તાલુકામાં પ્રવેશી રહ્યા છે. પાકિસ્તાનથી આ તીડના ટોળાં રણ પાર કરીને લખપતના દરિયાઇ રણ વિસ્તારના ગામડાઓમાં પહોંચ્યા છે. ત્યારે ખેતરના માથે ચકરાવા લેતા આ તીજ જોઇ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જો આ તીડને કન્ટ્રોલમાં રાખવા માટે કોઈ પગલા નહિ લેવાય તો તીડ ઉભા પાકને સફાચટ કરી નાંખશે. 

ધર્મ અને આધ્યાત્મ : માતાની પૂજાના નામે સળગતા અંગારાનો ખેલ, જુઓ નવસારીનો Video

આ તીડ જ્યાં રાતવાસો કરે ત્યાં તેની ખીલમાંથી 200 બચ્ચાંને જન્મ આપે છે. તેથી જો રાત રોકાય તો બીજા દિવસે તેની સંખ્યા ચાર ગણી થઇ જાય. માટે રાત રોકાવા ન દેવાય તે જરૂરી છે. ખેડૂતો પર આ વર્ષે મેઘરાજાએ મહેર કરી છે, ત્યારે આ કુદરતી આફત સામે તંત્ર સજાગ થાય તે જરૂરી છે. આ તીડ જ્યાં બેસે ત્યાં થોડી જ વારમાં આખું ખેતર સફાચટ કરી નાંખતા હોય છે અને તે બે કિ.મી.ના પટ્ટામાંથી પસાર થતા હોય છે. તેથી આજુબાજુના ખેડૂતોએ પણ સાવધાની રાખવી પડશે. લખપત તાલુકાના ગુનેરી, સાંયરા, બૈયાવા, કાનેર, પુનરાજ્પુર લખપત વિસ્તારમાં તીડના ટોળાં દેખાયાં છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :