નિલેશ જોશી/વાપી: કેરીઓના વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં રોહિણી નક્ષત્ર બેસતાની સાથે જ વલસાડી હાફૂસ કેરીની સીઝન શરૂ થઈ હોય છે. આથી જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે કેરીનું ઉત્પાદન પણ ઓછું છે અને ખેડૂતોને ભાવ પણ ઓછો મળી રહ્યો હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ અગ્નિકાંડમાં સૌથી મોટો ધડાકો! અનેક સરકારી બાબુઓની નોકરીઓ ખતરામાં, તપાસ શરૂ


વલસાડ જિલ્લામાં અંદાજે 35 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે જિલ્લામાં હજારો ટન કેરીનું ઉત્પાદન થાય છે અને વલસાડી આફૂસ અને કેસર સહિતની કેરી સ્વાદ માટે જગવિખ્યાત છે. આથી વલસાડની કેરીઓ ગુજરાત ઉપરાંત દેશ અને દુનિયાના અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. વલસાડ જિલ્લામાં સામાન્ય રીતે કેરીની સીઝન રોહિણી નક્ષત્ર પછીથી શરૂ થતી હોય છે. 


રાજકોટ આગકાંડ મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો, Video જોઈને થશે આવું કઈ રીતે હોઈ શકે


આથી હવેથી વિધિવત રીતે જિલ્લાના કેરી બજારો ધમધમતા થયા છે. જોકે આ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે જિલ્લામાં કેરીનું ઉત્પાદન ઓછું છે. ખેડૂતોના મતે આ વખતે માંડ 20 થી 25% જ કેરીનો પાક છે. આથી ઓછા ઉત્પાદન અને ખેતીમાં મોંઘા ભાવના દવા ખાતર અને મજૂરીને કારણે આ વખતે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.


ભારે ઉથલપાથલ વચ્ચે આજે શેમાં જોવા મળ્યો મસમોટો કડાકો...સોનું કે ચાંદી? લેટેસ્ટ રેટ 


વધુમાં ઓછું ઉત્પાદન હોવા છતાં પણ બજારમાં ખેડૂતોને કેરીનો પોષણક્ષમ ભાવ મળતો નથી. આથી ખેડૂતો નારાજ છે. તો બજારમાં વેપારીઓ પણ આ વખતે ઉત્પાદન ઓછું હોવાથી આ વખતે વલસાડ જિલ્લામાં કેરીની સીઝન માં ઓછા ઉત્પાદન અને ઓછા વેપારને કારણે વેપારીઓ પણ પરેશાન છે.