Rajkot Game Zone Fire: રાજકોટ આગકાંડ મામલે અત્યંત ચોંકાવનારો ખુલાસો, Video જોઈને થશે આવું કઈ રીતે હોઈ શકે
Rajkot Fire: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની દર્દનાક ઘટના ઘટી તેણે આખા ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે. આ દર્દનાક ઘટના અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
Trending Photos
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે આગની દર્દનાક ઘટના ઘટી તેણે આખા ગુજરાત સહિત દેશને હચમચાવી દીધો છે. 27 જેટલા લોકો જીવતા ભૂંજાઈ ગયા અને હાથમાં આવ્યા કોલસા જેવા મૃતદેહો. એ હદે મૃતદેહોની હાલત ખરાબ હતી કે ઓળખ માટે ડીએનએનો આશરો લેવો પડ્યો. હવે આ દર્દનાક ઘટના અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે જાણીને તમે પણ ચોંકી જશો.
ચોંકાવનારો ઘટસ્ફોટ
રાજકોટના આગકાંડ મામલે જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તે મુજબ ગેમઝોનમાં નવું સ્નોપાર્ક બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ઉપર જવા અને નીચે ઉતરવા માટે 4થી 5 ફૂટની એક સિડી હતી. ફાયર સિસ્ટમ તો હતી પરંતુ પાણીનું કનેક્શન જ નહતું. સ્નો પાર્ક બનાવવાનો હોવાથી મોટાપાયે ફોર્મ શીટનો જથ્થો અને પ્લાયવુડ ત્યાં પડ્યા હતા. અત્રે જણાવાનું કે ગેમઝોનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી અને આ બધી સામગ્રીના કારણે ગેમઝોનમાં આ ભીષણ આગ લાગી હતી.
વાયરલ વીડિયોએ પોલ ખોલી!
દર્દનાક ઘટના પહેલાનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે સ્નોપાર્ક માટે કામગીરી ચાલુ છે અને મોટી સંખ્યામાં ફોર્મ શીટનો જથ્થો પણ પડ્યો છે. આ વાયરલ વીડિયો અઠવાડિયા પહેલાનો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ TRP ગેમઝોનના અઠવાડિયા પહેલાના દ્રશ્યો આવ્યા સામે, ગેમઝોનમાં વેલ્ડિંગનું કામ ચાલી રહ્યું હતું.... #Rajkot #RajkotTRPGameZone #rajkotnews #trpgamezonefire #rajkotfire #gamezonefire #Gujarat #ZEE24KALAK pic.twitter.com/UrJuTxvWKC
— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2024
4 અધિકારીઓની ધરપકડ
અત્રે જણાવવાનું કે આ રાજકોટ આગકાંડમાં અત્યાર સુધીમાં 4 અધિકારીઓની ધરપકડ કરાઈ છે. જેમાં TPO એમડી સાગઠિયા, ATPO મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ધરપકડ કરાઈ છે જ્યારે ફાયર ઓફિસર રોહિત વિગોરા પણ પોલીસના સકંજામાં છે.
સાગઠીયા કરોડોની મિલ્કતનો આસામી
રાજકોટ આગકાંડનો કૌભાંડી એમ. ડી. સાગઠિયા કરોડો રૂપિયાનો આસામી હોવાનો ખુલાસો થયો છે. 8 કરોડનો બંગલો, 3 પેટ્રોલ પંપ, 200 કરોડની જમીન સહિતની મિલકતોનો હોવાનો આરોપ છે. મહાભ્રષ્ટ સાગઠિયા સામે ACB તપાસ કરી રહી છે.
એમ ડી સાગઠીયાની રાજકોટ, ગોંડલ, વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાની ચર્ચા છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇ-વે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધા વાળું ફાર્મ હાઉસની કામગીરી પણ ચાલુ છે. હાઇ-વે પર આવેલ ફાર્મ હાઉસ તેમના પરિવારનું હોવાની ચર્ચા છે. ટીપીઓ એમ. ડી સાગઠીયા તેમજ તેમના પરિવારની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલપંપ, બંગલા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 50 હજારથી 60 હજાર પગારદાર પાસે તેમના પરિવાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. એસીબી દ્વારા ગેમઝોન કાંડમાં સડોવાયેલ અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી આવે તેવી શકયતા છે.
'8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે 88 વર્ષ નોકરી કરવી પડે'
TPO એમડી સાગઠિયાની ક્રાઈમ બ્રાંચે અટકાયત કરી છે. આગામી સમયમાં TPO એમ. ડી. સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે. જી હા... યુનિવર્સિટી રોડ પરની સોસાયટીમાં TPO એમ. ડી. સાગઠિયાનો નવો બંગલો બની રહ્યો છે. અંદાજિત 7થી 8 કરોડનો સાગઠિયાનો બંગલો બની રહ્યો છે. જેના કારણે તેઓ વિવાદમાં ફસાયા છે. ભ્રષ્ટાચારી સાગઠિયા મહિને 75 હજાર રૂપિયાનો પગાર રળે છે. તો 8 કરોડ રૂપિયા ભેગા કરવા માટે સાગઠિયાને 88 વર્ષ નોકરી કરવી પડે. તેમ છતાં તેઓ ભ્રષ્ટાચારના રૂપિયાથી 7થી 8 કરોડ કમાઈને બંગલો બનાવી રહ્યા હોવાની વાતો વહેતી થઈ છે.
PGVCLએ 100 કિલોવોટનું આપ્યું હતું કનેક્શન
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે દરરોજ એક પછી એક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આજે એક વધુ મોટો ખુલાસો થયો છે. રાજકોટના TRP ગેમઝોનને PGVCLએ 100 કિલોવોટનું કનેક્શન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેનું 80,000થી 1.20 લાખ સુધીનું વીજબીલ આવતું હતું. 2016માં ઔદ્યોગિક વીજ કનેક્શન આપ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે