સંદીપ વસાવા/સુરત: ઓલપાડ તાલુકાના કરમલા ગામની એક સોસાયટીના બગીચામાંથી બે અને મકાન સામેથી એક મળી કુલ ત્રણ શ્વાનોનાં મૃતદેહો ગુરૂવારે સવારે મળી આવ્યા હતા. જયારે આ ત્રણે શ્વાનોને કોઈકે ઝેરી પદાર્થ કે પ્રવાહી આપી મારી નંખાયા હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવતાં જીવદયા પ્રેમીઓમાં રોષનો લાવરસ ભભૂકી ઉઠ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાકા સમજી ગયા,રૂપાણી રહી ગયા: આ મંત્રીએ સામેથી પાડી ના,મારે નથી લડવી લોકસભાની ચૂંટણી


કરમલા ગામની સીમમાં સુંદરમ વીલા રો-હાઉસમાં સૌરાષ્ટ્રવાસી રહીશો વસવાટ કરે છે. ગુરૂવારે સવારે આ સોસાયટીનાં બગીચામાંથી બે અને મકાનની સામેથી એક મળી કુલ ત્રણ શ્વાનોનાં મૃતદેહો મળી આવ્યા હતા. જેથી સોસાયટીનાં એક રહીશે સુરત શહેરનાં જીવદયા પ્રેમીનાં સભ્યોને જાણ કરતા સુરત શહેરમાં જહાંગીરપુરાની શગુન રેસીડેન્સીમાં રહેતા જીવદયા પ્રેમી અંકિત મનોજભાઈ રાઠોડ તેમની ટીમનાં સભ્યો પૈકી નવરંગી તલાવિયા, મોનિકા બૈદ, રિમ્પલ પરેશભ, મિલિન્દ સોની તથા ચેતન કલસરિયા દોડી આવ્યા હતા. 


રાહુલ ગાંધી ગુજરાતમાં પણ અહેમદ પટેલના પરિવારે રાખ્યું અંતર, મુમતાઝનું આવ્યું રિએક્શન


જયારે ઘટના સ્થળે પહોંચેલા જીવદયા પ્રેમીનાં આ સભ્યો એ તપાસ કરતા પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું કે, આ ત્રણે શ્વાનોને કોઈક અજાણ્યા ઇસમ દ્વારા ગત બુધવાર, તા.06ના રોજ રાત્રીનાં સુમારે ઝેરી પદાર્થ કે પ્રવાહીવાળો ખોરાક આપતા બીજા દિવસે સવારે ત્રણે શ્વાનનાં મોત થયા છે. જેથી જીવદયા પ્રેમીઓએ ત્રણે શ્વાનનાં મૃતદેહનું ઓલપાડ પશુ દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. 


શું ગુજરાતમાં ફરી ચક્રવાતની સંભાવનાઓ છે? ક્યાં શુ થશે તેની તારીખો સાથેની ભયાનક આગાહી


જો કે ત્રણે શ્વાનનાં મોતનું સાચું કારણ તો પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. જયારે ઓલપાડ તાલુકામાં ઉભા ખેત પાકને નુકસાન કરતા ડુક્કરોનાં ત્રાસને નાથવા કોઈક ખેડૂતે ખેતરમાં મુકેલ ઝેરી દવાવાળો ખોરાક ખાવાથી પણ આ શ્વાનોના મોત થયા હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. આ ઘટના અંગે જીવદયા પ્રેમીનાં અંકિત રાઠોડે ઓલપાડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ અ.હે.કો.રણજીત ભંગિયા કરી રહ્યા છે.


PHOTOs માં જુઓ! સી.આર.પાટીલની દીકરી ધરતી દેવરે કોણ છે? આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી