આશાબેન પટેલ આવતીકાલે પાટણથી જોડાઈ શકે છે ભાજપમાં: સૂત્રો
ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશા પટેલે ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને તેમજ પાર્ટીના આંતરિક વિખવાદને લઇને પાર્ટીના તમામ પદ પરથી તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મહેસાણા: ગુજરાત કોંગ્રેસમાં આંતરિખ વિખવાદમાં ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પાર્ટીના તમામ પદ પરથી તેમજ ઊંઝા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારે સુત્રો પાસેથી મળતી માહીત અનુસરા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આવતીકાલે ભાજપનો ખેસ ધારણ કરશે તેવી ભાજપના હોદેદારોમાં ચર્ચાઓ ચાલી રહી છે.
વધુમાં વાંચો: અમદાવાદમાંથી ઝડપાયું ગુજરાતનું સૌથી મોટું બોગસ કોલસેન્ટર, 50થી વધુની ધરપકડ
ગત 2જી ફેબ્રુઆરી 2019ના રોજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો. આશા પટેલે ઊંઝા એપીએમસીના રાજકારણે લઇને તેમજ પાર્ટીના આંતરિક વિખવાદને લઇને પાર્ટીના તમામ પદ પરથી તેમજ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જેને લઇને લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક મોટો ફટકો પડ્યો હતો. તો આ સાથે જ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસરા મહેસાણા ઊંઝા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશાબેન પટેલ આવતી કાલે પાટણથી ભાજપમાં જોડાઇ શકે છે.
વધુમાં વાંચો: હિમતનગર: કાણીયોલ ગામે બે જૂથ વચ્ચે અથડામણમાં 5ને ઇજા, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભાજપ દ્વારા આવતીકાલે પાટણની કે.સી.પટેલ વિધ્યા સંકૂલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટર અને પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ સહિત ભાજપના મહાનુભવો હાજરી આપવાના છે.
વધુમાં વાંચો: ભાવનગરના આ ખેડૂતોનું કામ જોઈને કહેશો, What an idea Sir ji...
તે દરમિયાન આશાબેન પટેલ ભાજપ હરિયાણાના મુખ્યમંત્રી મનહરલાલ ખટ્ટની હાજરીમાં ભગવો ખેસ ધારણ કરશે. જેને લઇ ભાજપના હોદેદારોમાં આશાબેન પટેલ ભાજપમાં જાડાઇ શકે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. આશાબેન પટેલના ભાજપમાં જોડાવવાની વાતથી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો જોવા મળી રહ્યો છે.