Jains Protest : ઝારખંડ સરકાર દ્વારી શ્રી સમેદ શિખરજી પર્યટન સ્થલના રૂપમાં નામિત કરવાની યોજના અને ગુજરાતના પાલિતાણામાં જૈન મંદિરમાં તોડફોડના મામલાનો વિવાદ વધતો જઈ રહ્યો છે. દેશભરમાં હાલ જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. પડતર માગણીઓ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. ત્યારે આ માલામાં એઆઈએમઆઈએમના સાંસદ અસુદ્દીન ઔવેસીએ પણ જૈન સમાજના સમર્થનમાં શાબ્દિક પ્રહાર કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ જૈન સમુદાયની માગોને સમર્થન આપ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે, અમે જૈન સમાજના સમર્થનમાં ઉભા છીએ. ઝારખંડ સરકારને પોતાનો નિર્ણય પરત ખેંચવો જોઈએ તેમજ ગુજરાતના મુખ્યમંત્રીએ કડક પગલાં લેવા જોઈએ. મુખ્યમંત્રીએ આરોપીઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ તેવુ પણ ઔવેસીએ જણાવ્યું. 


ફ્લાવર શો નિહાળવા અડધુ અમદાવાદ ઉમટ્યું, અટલ બ્રિજ ઉપર હૈયે હૈયું દળાય તેવી સ્થિતિ


નવસારીના ધના રૂપા થાનક પાસે મળ્યો 18 મી સદીનો ખજાનો, જૂના પીપળા નીચે દટાયેલો હતો


ગુજરાતભરમાં થયો વિરોધ
શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા અમદાવાદમાં અતિ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્વેતામ્બર જૈન સમાજના અતિ પવિત્ર ધર્મ સ્થળ એવા શેત્રુંજય પર્વત પર થઇ રહેલ અતિક્રમણના વિરોધમાં જંગી રેલી યોજાઈ છે. ધાર્મિક સ્થળોને નુકશાન, અસામાજિક પ્રવુત્તિઓ દારૂના વેચાણ સહિતના મુદ્દે  શ્વેતામ્બર જૈન સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા વિશાળ રેલીમાં નાના બાળકો, યુવાઓ, મહિલા, વૃદ્ધ, જૈન મુનિ તેમજ અન્ય આગેવાનો ખુબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલડી ચાર રસ્તાથી સુભાસ બ્રિજ કલેકટર ઓફિસ સુધી રેલીનું આયોજન કરાયું હતું. સમાજની લાગણી અંગે સરકાર ધ્યાન નહીં આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ શ્વેતામ્બર જૈન સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.


Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ