Asaram Rape Case: આસારામની પત્ની અને પુત્રીની મુશ્કેલીઓ વધી, ગુજરાત હાઈકોર્ટે લીધો મોટો નિર્ણય
મોટેરા આશ્રમ રેપ કેસમાં આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગર કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત સરકારે નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યા બાદ હાઈકોર્ટે તમામને નોટિસ પાઠવી છે.
Motera Ashram Rape Case: મોટેરા આશ્રમ રેપ કેસમાં આસારામની પત્ની અને પુત્રી સહિત પાંચ મહિલાઓની મુશ્કેલીઓ વધી શકે છે. ગાંધીનગર કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. ગુજરાત સરકારે નીચલી કોર્ટના નિર્ણયને પડકાર્યા બાદ હાઈકોર્ટે તમામને નોટિસ પાઠવી છે.
ગુજરાત હાઈકોર્ટે 2013ના રેપ કેસમાં આસારામની પત્ની, પુત્રી અને ત્રણ મહિલા શિષ્યોને નોટિસ ફટકારી હતી. આ કેસમાં આ મહિલાઓને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી, જ્યારે આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જસ્ટિસ એ.વાય. કોગજે અને જસ્ટિસ હસમુખ સુથારની ડિવિઝન બેન્ચે આસારામની પત્ની લક્ષ્મીબેન અને પુત્રી ભારતીબેન સહિત પાંચ મહિલાઓને નોટિસ ફટકારી છે.
ચોમાસાનાં ચાર મહિનાના નામનાં માટલાથી વરસાદનો વરતારો, વડીલોએ ઘડો જોઈને કરી ભવિષ્યવાણી
મોટેરા આશ્રમ રેપ કેસ
ગાંધીનગરની એક કોર્ટે 31 જાન્યુઆરીએ આસારામને 2013માં પૂર્વ મહિલા અનુયાયી દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. અમદાવાદ નજીક મોટેરામાં આસારામના આશ્રમમાં 2001 થી 2007 દરમિયાન મહિલા પર ઘણી વખત બળાત્કાર થયો હતો. આસારામની પત્ની લક્ષ્મીબેન, પુત્રી ભારતી અને ચાર અનુયાયીઓ પર ગુનામાં મદદ કરવાનો અને પ્રોત્સાહન આપવાનો આરોપ હતો.
કરોડોમાં એક કિસ્સો : ગુજરાતી મહિલાના કૂખે અવતાર ફિલ્મ જેવુ વાદળી રંગનું બાળક જન્મ્યુ
ગાંધીનગર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા
કોર્ટે પુરાવાના અભાવે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.રાજ્યના કાયદા વિભાગે 6 મે, 2023ના રોજ ફરિયાદ પક્ષને આ મામલે અપીલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. નિર્દોષ છમાંથી પાંચ સામે અપીલ દાખલ કરવામાં આવી છે. આસારામ (81) 2013માં રાજસ્થાનમાં તેના આશ્રમમાં સગીર છોકરી પર બળાત્કાર કરવાના અન્ય એક કેસમાં જોધપુર જેલમાં બંધ છે. રાજ્ય સરકારે ગાંધીનગર કોર્ટના નિર્ણયને પડકારવાની જાહેરાત કરી દીધી હતી.
મોદી કેબિનેટમાં ગુજરાતના આ મંત્રીઓની વિદાય નક્કી, એક નેતા પાટીલના ગઢના છે
હાઈકોર્ટે વિલંબને માફ કર્યો
ગુજરાત સરકારે મોટેરા બળાત્કાર કેસમાં ગાંધીનગર કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું હતું, જોકે, સરકાર તરફથી વિલંબ થયો હતો. ગુજરાત હાઈકોર્ટે સરકાર વતી ચુકાદાને પડકારવામાં 29 દિવસના વિલંબને માફ કરીને અરજી સ્વીકારી હતી. આ કેસમાં અન્ય તમામને નિર્દોષ જાહેર કર્યા પછી આસારામે તેમની દોષિતતાને હાઈકોર્ટમાં પડકારી છે અને તેમની સજાને સ્થગિત કરવાની માંગ કરી છે. હાઈકોર્ટમાં આગામી સુનાવણી 2 ઓગસ્ટે થશે.
કેનેડા જનારા બેગને તાળુ મારજો, એરપોર્ટ પર અમદાવાદની મહિલાની બેગમાંથી થઈ મોટી ચોરી