ચાર મહિનાના ચાર માટલા.. ગુજરાતમાં આ રીતે ઘડા જોઈને કરાય છે વરસાદનો વરતારો

Gujarat Rain Forecast: અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ કરાય છે વરસાદનો વરતારો... જેઠ, અષાડ, શ્રાવણ, ભાદરવો નામના માટલા પરથી નક્કી થાય છે ચોમાસું
 

ચાર મહિનાના ચાર માટલા.. ગુજરાતમાં આ રીતે ઘડા જોઈને કરાય છે વરસાદનો વરતારો

Ambalal Patel Monsoon Prediction : હવામાન વિભાગ દ્વારા વરસાદ, ચોમાસું કે ગરમી-ઠંડીની આગાહી કરવામાં આવે છે, પરંતું ભારતમા વરસાદની આગાહી કરવાની અનેક પારંપરિક રીતો છે, જેને વરસાદનો વરતારો કહેવાય છે. આવા અનેક નિષ્ણાતો છે, જેઓ પવનની દિશા જોઈને વાતાવરણની આગાહી કરે છે. આ કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ નથી, પરંતુ આવી આગાહીઓ કરવાની શૈલી આપણા પૂર્વજોએ વિકસાવેલી છે. જે આજે પણ સચોટ અનુમાન કરે છે. આવામાં એક છે ટીટોડી પક્ષીના ઈંડા મૂકવાની પદ્ધતિ પરથી વરસાદની કરાતી આગાહી. તો જામનગરમાં રોટલી પરથી વરસાદનો વરતારો કરાય છે. પરંતુ આ સિવાય ગુજરાતમાં વરસાદનો વરતારો કાઢવામાં માટીના ઘડાની રીત પણ બહુ જ પ્રસિદ્ધ છે. અષાઢી પૂનમે જોવામાં આવતાં હાંડા પરથી ચોમાસાનું અનુમાન કરવામાં આવે છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલનું અનુમાન કાઢ્યુ છે. ત્યારે ચાર માટલાથી વરસાદનો વરતારો કાઢવાની આ રીત શું છે તે જાણીએ. 

વરતારો કાઢવાના માટીના ચાર માટલા જોઈએ
વરસાદનો વરતારો કાઢવાની આ પરંપરામાં વિજ્ઞાાન અને જ્યોતિષ પણ છુપાયેલું છે. જેમાં આગામી વર્ષનાં વરસાદનો વરતારો આવે છે, જે મહદઅંશે સાચો પડે છે. ચાર માટીના માટલા લેવામાં આવે છે. આ માટલા પર ચોમાસાના ચાર માસ એટલે કે જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો એમ નામ અને નિશાની માટલા પર કરવામાં આવે છે. ત્યારબાદ ગામના જ ચાર યુવાનોને માટલા લઈ ગામની નદીમાંથી એ માટલા ભરીને પાદરમાં મુકવામાં આવે છે. જ્યાં ગામના વડીલો એ માટલાનું નિદર્શન કરે છે. 

માટલાના ભીનાશથી થાય છે ચોમાસાનું અનુમાન
આ વિધિ બાદ ગામના વડીલો માટલાનું બરાબર નિરક્ષણ કરે છે. જે માટલું પૂર્ણરૂપ ભીનું હોય તે માસે આવતા વર્ષે વરસાદ સારો થાય. જ્યારે અડધેથી ભીનો હોઈ તો માસના પાછળના દિવસો અજવાળીયામાં કે અંધારિયામાં વરસાદ થાય.. જો માટલું સાવ કોરૂં હોઈ તો તે માસમાં વરસાદ નહિવત થાય તેવું તારણ કાઢવામાં આવે છે. જે મુજબ જ વરસાદ થતો આવે છે. જેથી આ પ્રથાના લીધે વરસાદનો વરતારો નીકળે છે.

અષાઢી પૂનમનો હાંડો જોયા બાદ અંબાલાલ પટેલનું અનુમાન
ગઇકાલે અષાઢી પૂનમનો ચંદ્ર એટલે કે હાંડો જોવામાં આવ્યો હતો. જેના પરથી આગામી દિવસોમાં વરસાદનો અનુમાન લગાવવામાં આવતો હોય છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાંડોને જોઇને આગામી (Gujarat Rain Forecast) સમયમાં વરસાદની સ્થિતિ અંગે અનુમાન લગાવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, પૂનમનો હાંડો કેટલો ભેજ છે, તે દર્શાવે છે. પૂનમમાં મોટી ભરતી હોય છે. મોટી ભરતીમાં વરાળમાંથી ભેજ કેટલો ઊંચો ચડ્યો છે તે બતાવે છે. કાલે વાદળો આછા હતા. આ આછા વાદળો દર્શાવે છે કે, સાંજના સમયે સામાન્ય વરસાદ થાય તે બરાબર છે, પરંતુ અતિભારે વરસાદ હજુ થોડા દિવસ લેટ છે. છતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સ્થિતિ રહેવાની છે. ઉપરાંત સુરત, નવસારી, ડાંગ સહિત દક્ષિણના ભાગોમાં વરસાદ રહેશે. હાંડોને જોતાં અમદાવાદ અને ગાંધીનગરમાં વરાળ ઓછી થઇ છે. એટલે કે વરસાદ થોડો મોડો થશે.

આ ઉપરાંત ગુજરાતમાં વરસાદનો વરતારો કાઢવાની અનેક રીતો છે. જેમાં હોળીની જ્વાળા, અખાત્રીજના પવન, અષાઢી પાંચમથી નોમ સુધીની વીજળીથી પણ ચોમાસાનું અનુમાન કરાય છે. તેમાં અષાઢી પૂનમનો હાંડો પણ જોવાની એક પરંપરા છે. ગુજરાતના ગામડાઓમાં આ પરંપરા આજે પણ જીવંત છે. ખાસ કરીને ગામના વડીલો અને ખેડુતો અષાઢી પૂનમની રાતે હાંડો જુએ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news