નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે જોધપુર જેલમાં બંધ કથાવાચક આસારામ બાપૂ વિરુદ્ધ બળાત્કારના મામલામાં સાક્ષીઓની જુબાની નોંધવાની પ્રક્રિયા પૂરી કરવામાં વિલંબ માટે આજે ગુજરાત પોલીસને ખુબ ફટકાર લગાવી તથા આ પ્રક્રિયા પાંચ સપ્તાહની અંદર પૂરી કરવાના નિર્દેશ આપ્યાં. સુપ્રીમ કોર્ટે રાજ્ય પોલીસને કેસ સંબંધિત સુનાવણી પૂરી થવામાં વિલંબ અંગે સવાલ કર્યાં અને કહ્યું કે 'આવું મહિનાઓ સુધી ન ચાલી શકે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું થયું કોર્ટમાં?
ન્યાયમૂર્તિ એન વી રમણ અને ન્યાયમૂર્તિ એસ અબ્દુલ નજીરની પેનલે આ કેસમાં પ્રગતિની સ્થિતિની જાણકારી માંગી તો ગુજરાત સરકાર તરફથી એડિશનલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે પીડિતોના નિવેદનો નોંધી લેવાયા છે. મહેતાએ કહ્યું કે પીડિતોએ પોતાના નિવેદન નોંધાવ્યા છે. હવે આ મામલે ફક્ત મુખ્ય સાક્ષીઓના પરીક્ષણ જ બાકી છે.


આ બદલ પેનલે તુષાર મહેતા પાસેથી જાણવાની ઈચ્છા વ્યક્ત કરી કે સાક્ષીઓની પૂછપરછ માટે કેટલો સમય જોઈએ. મહેતાએ જવાબ આપ્યો કે આ પ્રક્રિયા બે ત્રણ મહિનામાં પૂરી થઈ જશે. પેનલે કહ્યું કે હજુ તમારે કેટલા મહિના જોઈએ. આ કઈ આ રીતે મહીનાઓ સુધી ન ચાલી શકે. તમારે પાંચ સપ્તાહમાં આ પ્રક્રિયા પૂરી કરવી પડશે. આ સાથે જ કોર્ટે આસારામની જામીન અરજી પર સુનાવણી સ્થગિત કરી દીધી.


ગુજરાત સરકારે 22 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આસારામ વિરુદ્ધ બળાત્કાર મામલે પીડિતની 29 જાન્યુઆરીના રોજ પૂછપરછ કરવામાં આવશે. કોર્ટે 15 જાન્યુઆરીના રોજ કેસની પ્રગતિની સ્થિતિ અંગે પૂછતા રાજ્ય સરકારને પ્રગતિ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.


સૂરતની બે બહેનોએ અલગ અલગ ફરિયાદમાં આસારામ અને તેમના પુત્ર નારાયણ સાઈ વિરુદ્ધ બહેનોના બળાત્કાર અને ગેરકાયદેસર રીતે બંધક બનાવીને રાખવા સહિતના આરોપ લગાવ્યાં હતાં. મોટી બહેનનો આરોપ છે કે અમદાવાદ નજીક તેમના આશ્રમમાં 2001 અને 2006 દરમિયાન આસારામે તેમનું વારંવાર શારીરિક શોષણ કર્યુ હતું. આસારામની 31 ઓગસ્ટ 2013ના રોજ જોધપુર પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદથી તેઓ જેલમાં જ છે.