ઝી ન્યૂઝ/ બ્યુરો: મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું નિધન થયું છે. ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશા પટેલે દુનિયાને અલવિદા કીધું છે. આશા પટેલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા, ડેન્ગ્યૂના કારણે તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. અતિગંભીર હાલત હોવાના કારણે આશા પટેલનું નિધન થયું છે. આશા પટેલના નિધનથી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આશાબેન પટેલને ડેન્ગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન ડેમેજ થયા હતા. આશાબહેનનના નિધનથી ભાજપ-કોંગ્રેસના નેતાઓમાં શોક છવાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આશાબેન પટેલ જેઓ ડેન્ગ્યૂની સારવાર હેઠળ અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમના અર્થાંગ પ્રયત્નો કર્યા હોવા છતાં તેઓ બચાવી શક્યા નથી. અને તેઓનું 1 કલાક પહેલા તેમનું દુ:ખદ અવસાન થયું છે. તેમનો સમગ્ર પરિવાર અહીંયા ઉપસ્થિત છે. તેમના સગાઓ પર અહીં ઉપસ્થિ છે. ભારતીય જનતા પક્ષના ઉપપ્રમુખ ઉંઝાના વતની મહેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે. ઉંઝા માર્કેટ યાર્ડના ચેરમેન દિનેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. 


ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલનું નિધન, ઝાયડસ હોસ્પિટલમાં દુનિયાને કીધું અલવિદા


તેમણે ઉમેર્યું હતું કે, તેમના પરિવાર અને સગાવ્હાલા સાથે વાતચીત કર્યા બાદ તેમના અંતિમ સંસ્કાર માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. થોડાક સમયમાં હોસ્પિટલની ફોર્મોલિટી બતાવીને ઊંઝા લઈ જવામાં આવશે. ઉંઝામાં તેમની સોસાયટીમાં તેમના ઘરે લઈ જવામાં આવશે. ત્યાં ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા પછી લગભગ 5.30થી 6 વાગ્યાની વચ્ચે ઊંઝા માર્કેટ યાર્ડમાં અંતિમ દર્શન માટે લઈ જવામાં આવશે, અને તમામ લોકો માટે અંતિમ દર્શનાર્થે મૂકાશે. અને સવારે તેમના વતન વિસોડ ખાતે લઈ જવામાં આવશે. અને વિસોડથી સિદ્ધપુર મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવશે. જ્યાં તમામ લોકો, ધારાસભ્યો, કાર્યકરો, પરિવારજનો હાજર રહેશે. અને ત્યાં અંતિમ સંસ્કાર કરાશે.


સાચા જનસેવક હતા ઊંઝાથી ભાજપના MLA ડો.આશાબેન પટેલ, તેમના નિધનથી મોટી સામાજિક ખોટ પડી


આશા બહેનના પટેલના નિધનથી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ડો. આશા પટેલ વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ઊંઝા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. કોંગ્રેસમાં આંતરિક વિખવાદના કારણે નારાજ આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા. વર્ષ 2019માં ભાજપે તેમને ઊંઝા બેઠક પરથી ફરી ટિકિટ આપી અને આશા પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. ઊંઝા APMCમાં આશા પટેલનું પ્રભુત્વ રહ્યુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube