ઊંઝાના ડો. આશાબેન પટેલનું નિધન, ડેન્ગ્યૂના લીધે મલ્ટી ઓર્ગન ડેમેજ થયા, PM મોદીએ શોક સંદેશ પાઠવ્યો

આશા પટેલના નિધનથી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ડો. આશા પટેલ વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હતા

ઊંઝાના ડો. આશાબેન પટેલનું નિધન, ડેન્ગ્યૂના લીધે મલ્ટી ઓર્ગન ડેમેજ થયા, PM મોદીએ શોક સંદેશ પાઠવ્યો

ઝી ન્યૂઝ/બ્યુરો: મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું નિધન થયું છે. ઝાયડસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આશા પટેલે દુનિયાને અલવિદા કીધું છે. તમને જણાવી દઈએ કે આશા પટેલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા, ડેન્ગ્યૂના કારણે તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. અતિગંભીર હાલત હોવાના કારણે આશા પટેલનું નિધન થયું છે. આશા પટેલના નિધનથી ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આશાબેન પટેલને ડેન્ગ્યૂના કારણે મલ્ટી ઓર્ગન ડેમેજ થયા હતા. આશાબેનના પાર્થિવદેહને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાંથી ઊંઝા લઈ જવાયો છે. તેમના પરિવારજનો તેમના પાર્થિવ દેહને લઈને ઊંઝા રવાના થયા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર શોક વ્યક્ત

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી આશાબેનના નિધન પર ટ્વીટ કરીને શોક સંદેશ પાઠવ્યો છે. તેમણે જણાવ્યું છે કે, ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલના અવસાનથી દુ:ખ અનુભવું છું. તાજેતરમાં જ તેઓ સાથે સંસદ ભવન ખાતે મુલાકાત થયેલ હતી. સામાજિક તથા શૈક્ષણિક ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના... ઓમ શાંતી...॥

— Narendra Modi (@narendramodi) December 12, 2021

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબહેન પટેલના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે. રાજ્યપાલએ તેમના શોક સંદેશમાં જણાવ્યું છે કે ડો.આશાબહેન પટેલ જાગૃત જનપ્રતિનિધિ તરીકે ઓળખ ધરાવતા હતા. એક કર્મશીલ જનપ્રતિનિધિ તરીકે તેઓ હંમેશાં યાદ રહેશે. રાજ્યપાલ એ સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાશ્વત શાંતિ અર્પે એવી પ્રાર્થના પણ વ્યક્ત કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આશાબહેનને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે જણાવ્યું છે કે, આશા બહેનના અવસાનથી દુ:ખ થયું છે. તેમણે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી હતી. આશાબહેને આપેલી સેવાની મુખ્યમંત્રીએ સરાહના કરી હતી. આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના કરી હતી.

— Bhupendra Patel (@Bhupendrapbjp) December 12, 2021

— Jitu Vaghani (@jitu_vaghani) December 12, 2021

સી.આર.પાટિલ

ઓમ શાંતિ 🙏 pic.twitter.com/G7YHZ9YQTi

— C R Paatil (@CRPaatil) December 12, 2021

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

— Bhupendrasinh Chudasama (@imBhupendrasinh) December 12, 2021

મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન

ઊંઝા ભાજપના ધારાસભ્ય આશાબેન પટેલનું દુઃખદ નિધન પર રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યુ છે કે, આ દુ:ખદ માહિતી સાંભલીને ખુબ દુઃખ થયું છે. ઈશ્વરને ગમ્યું તે ખરું.. છેલ્લે સ્પીકર તરીકે હું છત્તીસગઢ ગયો હતો, તેમાં આશાબેન પણ હતા. આશાબેન ખૂબ સ્પષ્ટ વક્તા અને અભ્યાસુ હતા. સ્વતંત્ર વિચારો પણ રજુ કરી શકતા હતા. મક્કમ ધારાસભ્ય ઓછા થયા, ત્યારે પ્રાર્થના કરું છું કે એમના આત્માને ભગવાન શાંતિ અર્પે..

સી.આર.પાટીલનું નિવેદન
સી.આર.પાટીલે જણાવ્યું છે કે, ડોક્ટર પુરતો પ્રયત્ન કરી રહ્યા છે. ડોક્ટરોએ કહ્યું છે કે અતિ ગંભીર સ્થિતિ છે. સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સવારે 10 વાગ્યા સુધી રિકવરી આવી પછી સ્થિતિ બગડી છે. ડોક્ટરો સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આશાબેન પટેલની તબિયત હાલ સુધારા પર છે.

જાણો કોણ છે ભાજપ પક્ષના ડો. આશા પટેલ
2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી લડીને જીતેલા આશા પટેલે અહીં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. આ પછી કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડીને તેઓ 2019માં ભાજપ પક્ષમાં જોડાયા હતા. તેઓએ ખાસ કરીને કોંગ્રેસમાં આંતર વિગ્રહ, જૂથવાદથી કંટાળીને પાર્ટીનો નાતો છોડી દીધો હતો. આ પછી ભાજપે ઊંઝાથી જ ડો. આશા પટેલને ટીકીટ મળી અને તેઓ સત્તામાં આવ્યા હતા. ઊંઝા APMCમાં પણ આશા પટેલનું પ્રભુત્વ રહ્યુ હતું.

ઉત્તર ગુજરાતના પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવસિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક અને કેમેસ્ટ્રીમાં Ph.d થયેલા ડો.આશા પટેલ ખેતી વ્યવસાય સાથે જોડાયેલા છે. ઊંઝાના ધારાસભ્ય ડો.આશા પટેલની નાદુરસ્ત તબિયતથી મત વિસ્તાર ઊંઝા જ નહિ પણ, ઉત્તર ગુજરાતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news