અમદાવાદ : ગુજરાતનાં હાલનાં DGP શિવાનંદ ઝા આજે શુક્રવારે સેવા નિવૃત થઇ રહ્યા છે ત્યારે તેની જગ્યાએ IPS આશિષ ભાટિયાની ગુજરાતનાં નવા ડીજીપી તરીકે નિમણુંક થઇ છે. છેલ્લા ઘણા દિવસોથી ચાલતી ગુજરાતનાં નવા ડીજીપી અંગેની અટકળોને અંત આવ્યો છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશ્ર તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયાને ગુજરાતનાં ડીજીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે. ડીજીપી માટે ગુજરાત રાજ્યના સરકારે ગૃહ વિભાગને અધિકારીઓની નામોની યાદી મોકલવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રીના ગૃહનગરમાં જ સરકારી આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધવાના બદલે ઘટાડી દેવાયા

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018 માં મુખ્ય ઇન્ચાર્જ ડીજીપી પ્રમોદ કુમાર નિવૃત થતા સરકારે નવા ડીજીપી તરીકે શિવાનંદ ઝાનાં નામ પર પસંદગી કરાઇ હતી. એપ્રીલ 2016 માં રેગ્યુલર મુખ્ય ડીજીપી પી.સી ઠાકુરને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર મોકલવામાં આવ્યા હતા. આ પછી પી.પી પાન્ડે, ગીથા જોહરી અને પ્રમોદ કુમારને ઇન્ચાર્જ ડીસીપી બનાવાયા હતા. 2016માંથી ગુજરાતનાં સીનિયર IPS અધિકારીઓને ડીજીપી પદે મુકાવાના આગ્રહને ધ્યાને રાખતા રહ્યા છે. સરકાર અમલ કરતી રહી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube