મૌલિક ધામેચા /અમદાવાદ: તોડબાજ આશિષ કંજારીયા વિરુદ્ધ વધુ એક ગુનો પોલીસ ચોપડે નોધાયો છે. તેવામાં આશિષની પોલીસ પૂછપરછમાં નવા નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે આશિષનો પુત્ર પણ RTE હેઠળ પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યો હતો.એટલું જ નહિ આજ દિન સુધી સ્કૂલની એક પણ રૂપિયો ફી ભરી નથી. જેથી ક્રાઈમ બ્રાન્ચે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તલાટી પરીક્ષા પહેલા મોટા સમાચાર! ઈન્ટેલિજન્સની જાળ બિછાવાઈ, ગેરરીતિ અટકાવવા હેલ્પલાઈ


તોડબાજ કહો કે ખંડણીખોર. વાલી મંડળના આગેવાન કહો કે, RTE એક્ટિવિસ્ટ કહો પણ આશિષ કંજારીયાનો ફુગ્ગો હવે ફુટી ગયો છે.આશિષ કંજારીયા વિરુદ્ધ હવે ત્રણ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં અને એક ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સ્કૂલ સંચાલકોને અલગ અલગ RTI અને પ્રવેશના બહાને ધમકાવી રૂપિયા પડાવતો હતો. આરોપી આશિષ કંજારીયાની તપાસ કરતા આધાર ફાઉન્ડેશનના નામે ખોલાવેલા બેન્ક એકાઉન્ટ માંથી 35 લાખ બેલેન્સ મળી આવ્યું છે. 


રાહુલ ગાંધીની અપીલની સુનાવણીમાં સલમાન ખાન અને હાર્દિક છવાયા, જાણો કેમ ન અપાઈ રાહત


ઉપરાંત રૂપિયા 1 કરોડ 15 લાખ અલગ અલગ વ્યક્તિઓ અને સંસ્થા પાસેથી વસૂલ કર્યા હોવાનું સામે આવ્યું છે. જેના આધારે આગામી સમયમાં વધુ ભોગ બનનાર સામે આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે..સાથે જ પોલીસે શિક્ષણ વિભાગ, કલેકટર, ચેરિટી કમિશનર સહિતના વિભાગો પાસેથી માહિતી માંગી છે. જેના આધારે વધુ દસ્તાવેજી પુરાવા એકઠા થઈ શકશે.


ફટાફટ દોડજો! RTE હેઠળ આટલા બાળકોને અપાશે પ્રવેશ, આ છે પ્રવેશ લેવાની છેલ્લી તારીખ


આરોપી આશિષ કંજારીયાની ધરપકડ કરી તપાસ કરતા હકીકત એ પણ સામે આવી કે, આશિષનો પુત્ર બોપલની શિવ આશિષ શાળામાં અભ્યાસ કરે છે. જેનો પ્રવેશ RTE હેઠળ બોગસ રીતે મેળવ્યો હતો. જો કે આશિષની પત્ની સરકારી સ્કૂલમાં શિક્ષક હોવાથી તે પ્રવેશ રદ કરવામાં આવ્યો. તેમ છતાં આજ દિન સુધી સ્કૂલ સંચાલકોને એક પણ રૂપિયો ફી ન આપી કુલ સંચાલકો વિરુદ્ધ અલગ અલગ અરજીઓ અને ફરિયાદો કરી રૂપિયા પડાવ્યા હોવાની હકીકત સામે આવી છે. 


પાવાગઢમાં ઘુમ્મટ કેમ પત્તાની માફક તૂટી પડ્યો? સામે આવ્યું કારણ, કુદરતનો પ્રકોપ કે...


પોલીસને શંકા છે કે RTE હેઠળ પ્રવેશ મલેવવા માટે બનાવટી દસ્તાવેજો પણ ઉભા કર્યા હોઈ શકે છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે આશિષ એ કાસીન્દ્રા પાસે પોતાનો બંગલો ખરીદવા માટે તેમજ ઇન્ટિરિયરના કામ માટે પણ પેપર મિલના માલિક પાસેથી ધમકી આપીને પણ રૂપિયા પડાવ્યા હતા.        


JEE Main 2023: કલાકોમાં વિદ્યાર્થીના માર્કસ 100 ટકાથી '0' થઈ ગયા, મામલો HC પહોંચ્યો


મહત્વનું છે કે આશિષ કંજારીયા વિરુદ્ધ તપાસ માટે અને વધુ પુરાવા એકઠા કરવા પોલીસે કલેકટર શિક્ષણ વિભાગ અને ચેરિટી કમિશનરને પણ પત્રો લખ્યા છે.જેમાં આશિષ દ્વારા ચલાવવામાં આવતી youtube ચેનલ, તેના દ્વારા ચલાવતા NGOની પણ માહિતી માંગવામાં આવી છે.જે માહિતીના આધારે પૂરતા પુરાવા એકઠા કરી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ આગામી સમયમાં આશિષ વિરુદ્ધ વધુ ગુના દાખલ થાય તો નવાઈ નહીં.s