ચેતન પટેલ/સુરત: મોઘીદાટ ભેટ-સોંગાદો તથા લોભામણી સ્કીમો આપી હજારો લોકોને ચૂનો ચોપડનાર આસ્થા ગ્રુપ ઓફ કંપનીના ડાયરેકટર આશિષ નાગંવશીને ક્રાઇમબ્રાચે દબોચી લીધો છે. કંપનીના ડાયરેકટરો દ્વારા 167 જેટલા લોકોને લોભામણી સ્કીમો આપી રૂપિયા 11.70 કરોડનો ચુનો ચોપડયો હતો. બનાવ અંગે ક્રાઇમબ્રાંચમાં ગુનો નોંધાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2011-12મા પશ્રિમ બંગાળમા આસ્થા ગ્રુપ ઓફ કંપનીની સ્થાપના કરવામા આવી હતી. શરુઆતમા કંપનીના ડિરેકટરો દ્રારા પશ્રિમ બંગાળના લોકોને લોભામણી સ્કીમો , મોઘીદાટ ગીફટ , લકઝરીયસ બ્રોશરો આપી તેઓને લલચાવામા આવતા હતા. આ કંપની દ્વારા મધ્યમ અને ગરીબવર્ગને ટાર્ગેટ કરવામા આવ્યો હતો. તમામ લોકોને લોભામણી સ્કીમો આપી દર મહિને અમુક રુપિયા કંપનીમા રોકાણ કરાવવામા આવતા હતા. 


પશ્રિમ બંગાળમા લોકોએ સારો પ્રતિસાદ આપતા ધીરેધીરે કંપનીના ડાયરેકટરો દ્વારા વિવિધ રાજયોમા પોતાની બ્રાંચ શરુ કરી દીધી હતી. ત્યા પણ લોકોને લોભામણી સ્કીમો આપી કરોડો રુપિયા કંપનીમા રોકાણ કરાવ્યુ હતુ. શરુઆતના સમયે લોકોનો કંપનીમા વિશ્વાસ બેસે તે ઉદ્દેશથી કંપનીના ડાયરેકટરો દ્વારા લોકોને ઓછા રોકાણે બમણી રકમ આપવામા આવતી હતી. જો કે બાદમા તમામ રોકાણકારો પાસેથી સારી એવી કમાણી કરી એકાએક ઓફિસ બંધ કરી કંપનીના ડાયરેકટરો રફુચકકર થઇ ગયા હતા.


જન્મતાની સાથે જ અનાથ બનેલી બાળકીને એડિશનલ જજે લીધી દત્તક


રોકાણકારો દ્વારા ઓફિસના ડાયરેકટરોનો સંપર્ક કરતા ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી રોકાણકારોને ગંધ આવી ગઇ હતી કે, પોતે ઠગોના હાથે છેતરાયા છે. આ બનાવ અંગે વર્ષ 2013માં 167 જેટલા રોકાણકારોએ ક્રાઇમબ્રાચમાં રૂપિયા 11.70 કરોડની છેતરપીડીની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ક્રાઇમબ્રાચને બાતમી મળી હતી કે, છેલ્લા છ વર્ષથી લોકોને કરોડો રુપિયાનો ચુનો ચોપડનાર આસ્થા ગ્રુપ ઓફ કંપનીનો ડાયરેકટર પુણે ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આષીશ નાગવંશીને ઝડપી પાડયો હતો.


ગુજરાતની ખાલી પડેલી વિધાનસભાની બેઠકો માટે કોંગ્રેસ સીનિયર નેતાઓના ભરોસે


આશીષ નાગંવશી છ વર્ષ દરમિયાન પુણે તથા મહારાષ્ટ્રમા છુપાઇને રહેતો હોવાનુ બહાર આવ્યુ હતુ. આસ્થા ગ્રુપ ઓફ કંપનીના નામે અલગ અલગ રાજયોમા કુલ્લે 17 જેટલી ફરિયાદો નોંધાય ચુકી છે.હાલ તો પોલીસે આશીષની વધુ પુછપરછ કરવા માટે તેને કોર્ટમા રજુ કરી છ દિવસમા રિમાન્ડ મેળવ્યા છે. હવે જોવાનુ એ રહ્યુ કે પોલીસ આશીષની પુછપરછમા બાકીના ડિરેકટરો સુધી કયારે પહોંચે છે.


જુઓ LIVE TV :