જન્મતાની સાથે જ અનાથ બનેલી બાળકીને એડિશનલ જજે લીધી દત્તક
બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી અને તેમના જજ પત્નીએ જન્મતાની સાથે માતાનું છત્ર ગુમાવી ચૂકેલ એક દીકરીને તેમણે દત્તક લઇ સાચા અર્થમાં સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
Trending Photos
લાલજી પાનસુરિયા/આણંદ: બેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી અને તેમના જજ પત્નીએ જન્મતાની સાથે માતાનું છત્ર ગુમાવી ચૂકેલ એક દીકરીને તેમણે દત્તક લઇ સાચા અર્થમાં સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
આણંદના જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની કે, જેઓ આણંદ સિવિલ કોર્ટમાં એડિશનલ જજ તરીકે ફરજ બજાવે છે. આ સરકારી અધિકારી દંપતીના ખોળામાં ફૂલ ગુલાબ જેવી અને જન્મતાની સાથે જ માતાની છત્ર ગુમાવી ચૂકેલ નિરાધાર બાળકી આજે આ દંપતીએ એક નિરાધાર બાળકીને પોતીકી બનાવી આપ્યું છે. માતૃત્વ અને પિતૃત્વ
જિલ્લા વિકાશ અધિકારી તરીકે આણંદમાં ફરજ બજાવતા અમિત પ્રકાશ યાદવ અને તેમની પત્ની ખુબજ સહજ અને નિખાલશ છે. અગાઉ પણ તેમણે તેમની જજ પત્ની ચિત્રા રત્નુની ડિલિવરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરાવી સરકારી આરોગ્ય સેવા ક્ષેત્રે એક દાખલો બેસાડી લોકોને જાગૃત કર્ય હતા. વાત જો આ દંપતીની અને નિરાધાર બાળકીની કરવા જઈએ. તો તેમને સંતાન હોવા છતાં પણ આજે માતાની કૂખ ગુમાવી ચૂકેલ આ માસુમ બાળકીને પોતાની બનાવી છે.
પોરબંદર: રાણાવાવ ખાતે તૈયાર થયું ટેકનોલોજીથી સજ્જ ‘સ્માર્ટ પોલીસ સ્ટેશન’
જિલ્લા વિકાસ અધિકારીના નાતે જયારે જયારે પણ સરકારી હોસ્પિટલમાં કોઈનું મૃત્યુ થાય છે. ત્યારે અમિત પ્રકાશ યાદવ આવી ક્ષણે મૃતકના પરિવારની અચૂક મુલાકાત લેતા હોય છે. આવીજ રીતે વાસદ સરકારી દવાખાનામાં એક સગર્ભાએ દીકરીને જન્મ આપ્યો અને ત્યારબાદ તેની માતાનું મૃત્યુ થયું ઘટનાની જાણ થતાંજ અમિત પ્રકાશ યાદવ આ પરિવારની મુલાકાતે પહોંચ્યા અને તેમની નજર એક હસ્તી અને દુનિયાદારીથી અજાણ અને માતાની છત્ર ગુમાવી ચૂકેલ દીકરી પર પડી હતી.
અમદાવાદ: ડુપ્લીકેટ HSRP નંબર પ્લેટ કૌભાંડમાં મુંબઇથી એક શખ્સની ધરપકડ
તેમનામાં એક પિતૃત્વ જાગૃત થયું પોતાની પત્ની ચિત્રા રત્નુને તરત જ તેમણે જાણ કરી અને તેમના પત્નીનું પણ માતૃત્વ જાગી ઉઠ્યું અને તુરંત તેઓ પહોંચ્યા વાસદ ત્યાં પહોંચતા જ માતા ગુમાવી ચૂકેલ દીકરીને તેમણે છાતી સરસી ચાંપી અને આ નિરાધાર દીકરીને પોતાનું ધાવણ આપ્યું દીકરીના પિતા સાથે ત્યાર બાદ મુલાકાત કરી તો સામે આવ્યું કે, આ પરિવારમાં અગાઉ પણ બે દીકરીઓ જન્મ લઇ ચુકી છે. અને પરિવાર તેનું ભરણપોષણ કરવા સક્ષમ નથી. જેથી ક્ષણનો પણ વિલંબ કાર્ય વિના આ દીકરી ને તેમણે દત્તક લઇ લીધી.
અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું
દતક લીધેલી આ બાળકીને જિલ્લા વિકાસ અધિકારી અને તેમની પત્નીએ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના નામ પર થી મહી નામ આપ્યું હતું, આજે આ માસુમ અને ફૂલ ગુલાબ જેવી મહીને પોતાની માતા જયારે આ દંપતીને એક દીકરી પ્રાપ્ત થઇ છે. આમ આ સરકારી અધિકારી દંપતીએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર સાર્થક કર્યું છે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે