ગૌરવ પટેલ/અમદાવાદ :રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત હાલ ગુજરાતમાં છે. ત્યારે તેમણે ગુજરાતની દારૂબંધીને લઈને ગુજરાત સરકાર પર સવાલોના વેધણ બાણ ચલાવ્યા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી કાગળ પર, અહીં દારૂની હોમ ડિલીવરી થાય છે. સાથે જ ગુજરાત સરકારને સવાલ કર્યો કે, જો દારૂ પડોશના રાજ્યોથી આવતો હોય તો તેને અટકાવવા પ્રયાસ કરો. અમારા ત્યાંથી આવતો હોય તો અમારી સાથે વાત કરો અમે ગુજરાતમાં દારૂ નહી આવવા દઇએ. સાથે જ તેણે લમ્પી વાયરસને રાષ્ટ્ર આપદા જાહેર કરવા પણ માંગ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશોક ગહેલોતે આજે કોંગ્રેસનું ડિજીટલ કેમ્પેઈન લોન્ચ કર્યું. જેમાં ગુજરાતના દરેક વિસ્તારમાં કોગ્રેસની ટીમ જશે અને લોકોની વાત સાંભળશે. આ રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો બનાવાશે. ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં અશોક ગેહલોતે કહ્યું કે, ગત વખતે અમારી સરકાર બનતાં બનતાં રહી ગઇ. મોદીજીએ જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા. બોલિવુડમાં જે પ્રકારે અભિનેતા એક્ટીગ કરે છે, મોદીજીએ મણી શંકર ઐયરના નિવેદનને તોડી મરોડીને રજુ કર્યું. પોતે નીચ હોવાની વાત કરી નદીમાં પ્લેન ઉતાર્યું. એક અભિનેતા તરીકે એક્ટીંગ કરી. અમે એવું નથી કરી શકતા. એ અમારા સંસ્કાર નથી. આજે બંધારણની અવગણના થઇ રહી છે. તેઓ ધર્મના નામે ચુટંણી જીતી રહ્યા છે તેનું તેમને અભિમાન છે. 


આ પણ વાંચો : સરરર... સરરર.. મારું ચકડોળ ચાલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાળક બનીને ચકડોળમાં ફર્યાં, Photos


તેમણે કહ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી શાસન હોવા છતાં ગવર્નન્સ નથી. આખી સરકાર બદલવી પડી કે બધા નકામા હતા? તો બીજી તરફ લમ્પી વાયરસને રાજ્ય આપદા જાહેર કરવા ગેહલોતે માંગ કરી છે. તેમણે કહ્યું કે, હાલ વેક્સીન ઉપલબ્ધ નથી, તો ગાય માતનું શુ થશે. દેશના સાત રાજ્યોમાં લમ્પી વાયરસ ફેલાયો છે. રાજસ્થાનના ૨૦ જિલ્લામાં લમ્પી પહોંચ્યો છે. કોરોનામાં અમારા અહેમદ પટેલ સાહેબ ચાલ્યા ગયા. કોઇ વેપારી ઇડીના ડરથી બોલી શક્તો નથી. આજે દેશમાં ઇડીનુ રાજ ચાલે છે. કોગ્રેસે રાષ્ટ્રીય સ્તરે બે રોજગારીનો મુદ્દો ઉપાડ્યો છે. દેશની પ્રજા બેરોજગારીથી તંગ આવી ગઇ છે. ભાજપ સરકાર ફીક્સ વેતન કોન્ટ્રાક્ટ અને આઉટ સોર્સીિગમાં માને છે.