વડોદરા: શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઘરફોડચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં માસ્ટરી ધરાવતા અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત ASI અરવિંદ થોરાટનું કોરોનાને કારણે નિધન થતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ છે. ASI  અરવિંદ થોરાટને કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સ્વસ્થ હતા, જો કે કંટ્રોલમાં ફરજ પર હાજર થયા હતા. જો કે અચાનક તેમની તબિયત કથળતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં છેલ્લા બે દિવસની ટુંકી સારવાર બાદ તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા.જેના પગલે પોલીસ બેડામાં અચાનક શોકનું મોજુ ફરી વળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌરાષ્ટ્રમાં વેરી વરસાદ: અમરેલી,ભાવનગર અને રાજકોટમાં અવિરત વરસાદથી ખેડૂતોની કફોડી સ્થિતી

હાલમાં જ રાષ્ટ્રપતિચંદ્રકથી સન્માનિત થયા હતા
વડોદરા શહેર પોલીસતંત્રમાં તેમની ઉત્કૃષ્ટ ફરજ દરમિયાન 3 પોલીસ અધિગારી અને એક ASi સહિત 4 પોલીસ કર્મચારીઓને ગાંધીનગર ખાતે યોજાયેલી કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરા શહેરના જોઇન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટી, તત્કાલીન ACp અજય ગખ્ખર હાલમાં નિવૃત છે. ACB ના તત્કાલીન મદદનીશ નિયામક પી.આર ગેહલોત અને હાલમાં શહેર પોલીસમાં આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા અરવિંદ થોરાટનો સમાવેશ થાય છે. 


કોરોના વચ્ચે ધંધા-રોજગારમાં મંદી, રાજ્યની આ ઇન્ડસ્ટ્રીમાં દિવસેને દિવસે વધી ડિમાન્ડ

ચોરી સહિતનાં એક હજારથી વધારે ગુના સફળતાપુર્વક ઉકેલ્યા
ASI અરવિંદ થોરાટે અત્યાર સુધીમાં ચોરી સહિતના એક હજારથી વધારે વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. ગુજરાત બહાર પુણેના હાઇપ્રોફાઇલ સહાની કિડનેપિંગ અને મર્ડર કેસ હોય કે પછી મધ્યપ્રદેશના મોસ્ટ વોન્ટેડ આરોપીને એકલા હાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં પોલીસ કંટ્રોલમાં ફરજ બજાવતા એએસઆઇ અરવિંદના પિતા કે.આર થોરાટ પણ પીઆિ રહી ચુક્યા છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube