* જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવે પ્રોજેક્ટને આખરી ઓપ
* સરકારના ડ્રીમ પ્રોજેક્ટને અપાઈ રહ્યો છે આખરી ઓપ
* સાંસદ રાજેશ ચુડાસમાએ કરી રોપવે સાઈટની મુલાકાત
* ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે કરી ચર્ચા
* સાંસદે રોપવેના લોકાર્પણ માટે પ્રધાનમંત્રીને પાઠવ્યો છે પત્ર
* ૯ નવેમ્બરના રોજ જૂનાગઢ આઝાદી દિવસે રોપવે થઈ શકે છે કાર્યાન્વિત


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ : એશિયાના સૌથી મોટા અને સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા ગિરનાર રોપ વે પ્રોજેક્ટને આખરી ઓપ અપાઈ રહ્યો છે. રોપવેનું કામ ટુંક સમયમાં પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ રોપવે સાઈટની મુલાકાત કરી ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ સાથે વહેલી તકે રોપવે કાર્યાન્વિત કરવા અંગે ચર્ચા કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ રોપવેના લોકાર્પણ માટે પ્રધાનમંત્રીને પત્ર પણ પાઠવ્યો છે. 9 નવેમ્બરના રોજ જૂનાગઢના આઝાદી દિવસે રોપવે કાર્યાન્વિત થઈ જાય તેવી સંભાવના છે.


ઘોર કળીયુગ : યુવતીને ઘરે બોલાવી બળાત્કાર, માં બાપે પણ આપ્યો નરાધમનો સાથ


ગિરનાર રોપવેની પ્રથમ ટ્રોલીનું ટ્રાયલ પુર્ણ થઇ ચુક્યું છે. હાલ લોડીંગ સાથેની ટ્રાયલ ચાલી રહી છે. ગિરનાર રોપવે પ્રોજેક્ટની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારની સીધી દેખરેખમાં થઈ રહી છે. આગામી પંદર દિવસમાં કામગીરી પૂર્ણ થઈ જવાની શક્યતાઓ છે, ત્યારે રોપવેના લોકાર્પણને ધ્યાને રાખીને તડામાર તૈયારીઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે. કંપની પણ શક્ય તેટલું ઝડપી કામ પુર્ણ કરવા માટે રાત દિવસ કામગીરી કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપની દ્વારા પોતાના એન્જિનિયર્સને બોલાવીને તેમની દેખરેખમાં અનેક વાર ટ્રાયલ રન પણ પુર્ણ કરી દેવામાં આવ્યા છે.


વ્યાજખોરોની ખેર નહી! સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન


જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ રોપવે સાઈટની મુલાકાત કરી હતી. રોપવે અધિકારીઓ સાથે વહેલી તકે રોપવે શરૂ થાય તે માટે ચર્ચા કરી હતી. આઠ દસ દિવસમાં કામગીરી પૂર્ણ થયે માણસો સાથે ટ્રોલીની ટ્રાયલ કરવામાં આવશે. પ્રધાનમંત્રી લોકાર્પણ કરે તે પહેલાં સાંસદ, મંત્રીઓ, સ્થાનિક નેતાઓ દ્વારા ટ્રાયલ લેવામાં આવે તેવી પણ શક્યતા છે. સરકારના ડ્રીમ પ્રોજેકટ ગણાતા ગિરનાર રોપવેનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરે તેવી સાંસદની લાગણી અને નાગરિકોની માંગણી છે, સાંસદ રાજેશ ચુડાસમાએ આ અંગે પ્રધાનમંત્રીને લોકાર્પણ માટે રજૂઆત કરી છે. 9 નવેમ્બર કે જે જૂનાગઢનો આઝાદી દિવસ છે તે ઐતિહાસિક દિવસે રોપવેનું લોકાર્પણ કરવામાં આવે તેવી પણ લાગણી વ્યક્ત કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube