ઘોર કળીયુગ : યુવતીને ઘરે બોલાવી બળાત્કાર, માં બાપે પણ આપ્યો નરાધમનો સાથ

જિલ્લાના બોડેલી ટાઉનમાં એક ચકચારી કિસ્સો બન્યો જેમાં એક નિર્દોષ યુવતીએ ફેસબુક ફ્રેન્ડ બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે હદ ત્યારે વટાવી જ્યારે તેણે આચરેલા કૃત્યનો વીડિયો યુવતીના જ ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા યુવક અને તેના માતા પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. બોડેલી ટાઉનમાં રહેતા ધ્રુવ કામલીયાએ 26-1-20ના રોજ ફેસબુકના એકાઉન્ટ પર યુવતી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ ધ્રુવે યુવતીનો મોબાઇલ નંબર લીધો હતો. 

Updated By: Oct 10, 2020, 10:42 PM IST
ઘોર કળીયુગ : યુવતીને ઘરે બોલાવી બળાત્કાર, માં બાપે પણ આપ્યો નરાધમનો સાથ

છોટાઉદેપુર : જિલ્લાના બોડેલી ટાઉનમાં એક ચકચારી કિસ્સો બન્યો જેમાં એક નિર્દોષ યુવતીએ ફેસબુક ફ્રેન્ડ બનાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે હદ ત્યારે વટાવી જ્યારે તેણે આચરેલા કૃત્યનો વીડિયો યુવતીના જ ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા યુવક અને તેના માતા પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. બોડેલી ટાઉનમાં રહેતા ધ્રુવ કામલીયાએ 26-1-20ના રોજ ફેસબુકના એકાઉન્ટ પર યુવતી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. ત્યાર બાદ ધ્રુવે યુવતીનો મોબાઇલ નંબર લીધો હતો. 

વ્યાજખોરોની ખેર નહી! સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન

બંન્ને વચ્ચે ત્યાર બાદ ફોનમાં વાતચીત ચાલુ થઇ હતી. મિત્રતા કેળવવા હવે ધ્રુવ કામલિયાએ તેના ઘરે આવવા જણાવ્યું હતું. જો કે યુવકની વાતચીત પરથી તેની માનસિકતા અંગે ખ્યાલ આવી જતા બંન્નેએ ફોન પર વાત કરવાનું બંધ કર્યું હતું. કંટાળીને એક દિવસ યુવતી તેના ઘરે તેને સમજાવવા ગઇ હતી. ત્યાં યુવકે તુ મને પસંદ છે અને તારી સાથે પ્રેમ સંબંધ બાંધવા માંગુ છું. તેવું જણાવ્યું હતું. આ વાત સાંભળની યુવતી ગુસ્સે થઇને તેને જણાવ્યું કે, હું તારી સાથે આવો કોઇ સંબંધ બાંધવા તૈયાર નહી હોવાનું જણાવ્યું હતું. આમ કહીને યુવતી ત્યાંથી જતી રહી હતી. જો કે આ યુવક સતત તેનો પીછો કરતો રહેતો હતો. મેસેજન પણ કરતો રહેતો હતો. 

LIC એજન્ટે પત્ની અને પોતાના મોતનો કારસો રચીને પડાવ્યા લાખો રૂપિયા, આ રીતે ભાંડો ફૂટ્યો

આખરે યુવકે તેને બ્લેકમેલ કરવાનું ચાલુ કર્યું હતું. જો તુ નહી માને તો હું તારા પપ્પાને વાત કરીને તારુ ભણાવવાનું પણ બંધ કરી દઇશ. ઘરની બહાર નિકળવાનું પણ બંધ કરાવી દઇશ તેવું જણાવ્યું હતું. બસ આ વાતથી યુવતી ડરી ગઇ હતી. એક દિવસ તે તેના ઘરે સમજાવવા ગઇ તો ધ્રુવ કામળીયા તેના માતા પિતાની હાજરીમાં યુવતીને ઉપર લઇ ગયો હતો. ત્યાં તેને માર મારીને દુષ્કર્મ આચર્યું હતું. તેણે બુમો પાડવા છતા તેના મા બાપ આવ્યા નહોતા. યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. 

રાજપીપળામાં પેવર બ્લોકના ખાતમુહૂર્તમાં સાંસદ સભ્ય અને પાલિકા સભ્ય વચ્ચે શાબ્દિક ટપાટપી

બનાવના એખ મહીના બાદ યુવતીની બહેન અને તેના વ્હોટ્સએપ પર એક વીડિયો આ નરાધમે મોકલ્યો કે જે વીડિયો તેના ઉપર જે દુષ્કર્મ ગુજાર્યું હતું તે વખતનો હોવાનું સામે આવ્યું હતું. જો કે તેણે બદનામીના ડરે પોલીસમાં જાણ કરી નહોતી. આખરે ધ્રુવ કામલીયાએ આ વીડિયો ફેસબુક પર યુવતીનાં જ એકાઉન્ટ પરથી અપલોડ કરી લીધો હતો. જો કે તત્કાલ યુવતીએ વીડિયો ડિલીટ કરી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube