ગીર સોમનાથ: એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ એટલે ગીર જંગલ સફારી, પરંતુ ગીરના સિંહો હવે ધીરે ધીરે પોતાના વિસ્તારનો વ્યાપ વધારી રહ્યા હોય તેમ છેલ્લા કેટલાક સમયથી ગીર છોડીને અન્ય વિસ્તારોમાં સિંહો લટાર મારતા જોવા મળે છે. ત્યારે વેરાવળના મંડોર ગામ નજીક આવી પહોંચેલા સિંહનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જંગલનો રાજા મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સોશિયલ મીડિયામાં હાલ એક મસ્તીખોર સિંહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે. ગીર પંથકના એક ગામની સીમમાં આવેલા ખતેરમાં સિંહ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. હાલ મગફળી લણવાની સિઝન ચાલી રહી છે ત્યારે ગીરના રાજા સિંહ મગફળીની લણણી બાદ વધતા પશુઓના ચારા ઉપર દોડીને ચડી જાય છે અને પોતે જ તેનો માલિક હોય એમ આરામ ફરમાવતો હોય તેવા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે.



પશુઓનો શિકાર કરનાર ગીરનો સિંહ પશુઓના ઘાસચારાનું રખોપુ કરતો વાયરલ વીડિયોમાં નજરે પડ્યો હતો. ત્યારે આ વીડિયો ગીર પંથકના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગીર જંગલના સિંહોનો અવારનવાર વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. જો કે, મોટાભાગના વીડિયોમાં સિંહો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પશુઓનું મારણ કરી મિજબાની માણતા હોય તે જોવા મળે છે. પરંતુ સિંહ મસ્તીના મૂડમાં હોય તેવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોવાથી લોકો ઉત્સુકતા પૂર્વક આ વીડિયાનો આનંદ લઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube