અમદાવાદ : શહેરના લાલદરવાજા બસ સ્ટેન્ડ નજીક આવેલા સાંઇબાબાના મંદિરના ગાદીપતિ ઇકબાલ સાંઇએ કારંજ પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણુંક કરી હતી અને તેના પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. પોલીસ કર્મચારી દ્વારા મંદિરના સીસીટીવી માંગવામાં આવ્યા હતા. ત્યારે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે તમને ચેક કરવાનો કોઇ અધિકાર નથી તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત મારી મરજી હશે તો જ દેખાડીશ તેવી દાદાગીરી કરતા પોલીસ કર્મચારીઓને ધમકી પણ આપી હતી. જેના પગલે સરકારી કામગીરીમાં અડચણ અને ધમકી આપવા જેવી વિવિધ કલમો હેઠળ ઇકબાલ સામે ગુનો દાખલ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મુદ્દે અંધેરી નગરી અને ગંડુરાજા, મોતના આંકડામાં ગોલમાલ, સવાલ ઉઠતા માહિતી જ બંધ કરી

કારંજ પોલીસ સ્ટેશનની SHE ટીમના કર્મચારીઓ ઉપરી અધિકારીની સુચના બાદ જાહેર સ્થળ અને ધાર્મિક જગ્યાઓ પર લાગેલા સીસીટીવીના આધારે રૂટીન પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે લાલદરવાજા બસ સ્ટેન્ડ પાસે આવેલા સાંઇ બાબાના મંદિરમાં કોન્સ્ટેબલ સહદેવસિંહ અને સ્ટાફના લોકો ગયા હતા. સીસીટીવી ચેક કરવા અંગે જણાવતા ગાદીપતિ ઇકબાલ સાંઇ ઉશ્કેરાયો હતો. તેણે જણાવ્યું કે આ અમારી પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તમને ચેક કરવાનો અધિકાર નથી. અહીંથી નિકળી જાઓ તમારે ચેક કરવું હોય તો ડીસીપીનો લેટર લઇ આવો તેવી ધમકી આપી હતી. 


જામનગર: ધ્રોલ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં, શા માટે કરવામાં આવી હત્યા?

ઇકબાલે આટલું ઓછુ હોય તેમ મને પરેશાન કરશો તો તમારા બધાના નામ લખીને હું દવા પીને મરી જઇશ અથવા કેરોસીન છાંટીને સળગી જઇશ તેવી ધમકી પણ આપી હતી. લોકોને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાનું ચાલુ કર્યું હતું. તમામના ટોપી પટ્ટા ઉતરાવી નાખવાની ધમકી પણ આપી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube