ગૌરવ પટેલ/અમદાવાદઃ રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. તેના 8 ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી તો પૂરી થઈ ગઈ અને ભાજપને તેમાં ફાયદો થયો હતો. હવે આગામી સમયમાં રાજ્યમાં 8 વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપ અને કોંગ્રેસે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તો જેમ-જેમ ચૂંટણીની ચર્ચાઓ શરૂ થઈ રહી છે તેમ-તેમ આઠેય સીટો પર સંભવિત ઉમેદવારો અને ટિકિટ મેળવવા માટે દાવેદારોના નામ પણ સામે આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી સમયમાં અબડાસા, કરજણ, ધારી, મોરબી, લીંબડી, ડાંગ, કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે આ બેઠક પર કોંગ્રેસના દાવેદારો અને સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યાં છે. આપણે જોઈએ કોણ છે આ સંભવિત દાવેદાર અને હાલ ક્યા હોદ્દા પર છે. 


અબડાસા- 
-કિશોરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય
-વિસનજી પાચાણી, પાટીદાર સમાજના અગ્રણી
-રમેશ ધોળુ, પાટીદાર અગ્રણી 
-ઇકબાલ મન્દ્રા, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ 


કરજણ-
કિરીટસિંહ જાડેજા
નીલા બેન ઉપાધ્યાય
ચંદ્રકાન્ત પટેલ
ચંદુ ડાભી(પૂર્વ ધારાસભ્ય) 
રિતેશ પટેલ
ભાસ્કર ભટ્ટ 


ધારી- 
-ડૉ. કીર્તિ બોરીસાગર, બ્રાહ્મણ, સેવાભાવી ડોકટર
-સુરેશ કોટડીયા, કોંગ્રેસ આગેવાન મનુ કોટડીયા ના પુત્ર
-વિપુલ સેલરીયા, સ્થાનિક કોંગ્રેસ અગ્રણી
-જેની ઠુમ્મર, જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ, MLA વિરજી ઠુમર ના દીકરી, યુથ કોંગ્રેસમાં સક્રિય 


મોરબી- 
-કિશોર ચીખલીયા, જિલ્લા પંચાયત પ્રમુખ, 
-મનોજ પનારા, પાસ નેતા
-જયંતિ જેરાજ પટેલ, સ્થાનિક કોંગ્રેસ અગ્રણી
-કે ડી બાવરવા, પાટીદાર અગ્રણી 
-મુકેશ ગામી, પાટીદાર અગ્રણી 


લીંબડી-
-ભગિરથસિંહ ઝાલા, કોંગ્રેસ આગેવાન, જિલ્લા પંચાયત સભ્ય
-ચેતન ખાચર, જિલ્લા પંચાયત પ્રમુખ, 
-કલ્પના મકવાણા, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ, MLA ઋત્વિક મકવાણા ના બહેન 
-ગોપાલ મકવાણા, MLA ઋત્વિક મકવાણા ના સંબંધી 


ડાંગ-
-સૂર્યકાન્ત ગાવીત, આદિવાસી સમાજનો શિક્ષિત ચહેરો
-મુકેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય 
-ચંદર ગામીત, જિલ્લા પંચાયત સભ્ય 
-મોહન ગોયા, વઘઇ ગામ સરપંચ


કપરાડા- 
-હરેશ પટેલ, માજી સરપંચ બાલચોંડી
-વસંત પટેલ સુખાલા, માજી ધારાસભ્ય બરજુર પટેલનો દીકરો
-સોમા બાત્રિ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ
-ભગવાન બાત્રી,  જિલ્લા પંચાયત સભ્ય


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube