ગૌરવ પટેલ/અમદાવાદઃ રાજ્યમાં આગામી સમયમાં 8 વિધાનસભાની સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. આ માટે સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી અને વિપક્ષ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વધુમાં વધુ સીટો જીતવા માટે બંન્ને પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ માટે કોંગ્રેસે નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને આ જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં એક ઇન્ચાર્જ સાથે 3 કો-ઇન્ચાર્જની નિમણૂક કરાઇ છે. 


ભારતમાં બનેલી બંને કોરોના વેક્સીનને બનાવવામાં ગુજરાતનો મોટો રોલ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસે ક્યા-ક્યા નેતાને સોંપી જવાબદારી
રાજ્યમાં કુલ 8 વિધાનસભાની સીટ પર પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસે આ તમામ સીટ માટે ઇન્ચાર્જની નિમણૂક કરી છે. જેમાં અબડાસા વિધાનસભાની જવાબદારી સીજે ચાવડાને સોંપવામાં આવી છે. લીંબડી સીટ માટે જગદીશ ઠાકોર, મોરબી-અર્જુન મોઢવાડિયા, ધારી-પૂંજાભાઈ વંશ, ગઢડામાં શૈલેષ પરમારને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. આ સિવાય કરજણ સીટ પર સિદ્ધાર્થ પટેલ, ડાંગ-ગૌરવ પંડ્યા અને કપરાડા સીટ પર તુષાર ચૌધરીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube