અમદાવાદ :  કોરોનાની મહામારી વચ્ચે 21 મી સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થશે. આ સત્રમાં 24 જેટલા સરકારી વિધેયકો પસાર કરવામાં આવશે. જો કે સત્ર પહેલા મંત્રીઓ સહિત તમામ ધારાસભ્યોનાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના 4 ધારાસભ્યો અને ભાજપના 2 ધારાસભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ ટેસ્ટિંગમાં કોંગ્રેસનાં ચાર ધારાસભ્યો પુનાભાઇ ગામીત (વ્યારા),  નાથાભાઇ પટેલ (ધાનેરા) વિરજી ઠુમ્મર (લાઠી) જશુભાઇ પટેલ (બાયડ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ભાજપના  પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ અને સાણંદના ધારાસભ્ય કનુ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ તમામ ધારાસભ્યોને વિધાનસભામાં એન્ટ્રી નહી આપવામાં આવે. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધાનસભાના દંડકે CM રૂપાણીને લખ્યો પત્ર, બનાસકાંઠાના કલેક્ટરે કલમ 144 નો ભંગ કર્યો

CM કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓનાં સ્ટાફમાં 5-5 કોરોના સંક્રમણ
શનિવારે થયેલા ટેસ્ટિંગમાં વિધાનસભા, મુખ્યમંત્રી કાર્યાલય અને મંત્રીઓનાં સ્ટાફ સહિત કુલ 14 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં કોરોના સંક્રમણના પગલે કર્મચારીઓમાં ચિંતા વ્યાપી હતી. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલયમાં 4, વિધાનસભા અને મંત્રીઓના સ્ટાફમાં 5-5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 


અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફાઉન્ડર નિકળ્યો કૌભાંડી, અનેક લોકોને પૈસા ડબલ કરી આપવાની લાલચે આચર્યું કૌભાંડ

કોંગ્રેસના ધારાસભ્યોને પ્રેક્ષક ગેલેરીમાં બેસાડાશે
વિધાનસભામાં મુખ્યમંત્રી, નાયબમુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ અને 171 ધારાસભ્યો માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંથી કોંગ્રેસનાં 79 ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને પ્રેક્ષક ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા ધારાસભ્યોએ ત્યાંથી જ રજુઆત કરવી પડશે. 


Gujarat Corona Update: 1410 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1204 દર્દીઓ સાજા થયા

5 દિવસમાં 6 બેઠકોનું આયોજન
કોરોના મહામારીના પગલે વિધાનસભામાં સંક્રમણ અટકાવવા માટે પ્રશ્નોત્તરીકાળ રદ્દ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ સત્રમાં વિધાનસભાની કાર્યવાહી 5 ચાલશે. જેમાં 6 બેઠકો યોજવામાં આવશે. જેમાં કુલ 21 જેટલા વિધેયક પસાર કરવામાં આવશે. પ્રથમ દિવસની બીજી બેઠકમાં 2 કલાકનો સમય કોરોના વોરિયર્સની ચર્ચા માટે ફાળવવામાં આવ્યો છે. ચોમાસુ સત્રમાં પાંચ દિવસ માટે રોજ 10 કલાક સુધી વિધાનસભાની કામગીરી ચાલશે. પ્રવર્તમાન કોરોનાની સ્થિતીને કારણે સમગ્ર વહીવટી તંત્ર અને સચિવોને વિવિધ જિલ્લાના સંક્રમણ અટકે તેની જવાબદારી આપવામાં આવી છે. સચિવો પણ સંકલનમાં જિલ્લા હેડક્વાર્ટરમાં ફરજ પર છે. જેથી વિધાનસભા અધ્યક્ષને વિનંતી કરાઇ છે કે તારાંકિત પ્રશ્નોત્તરી ન આવે. અધ્યક્ષ સુચવે તો ટૂંકી મુદ્દતના પ્રશ્નોનો સમાવેશ થશે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube