ગૌરવ પટેલ/ અમદાવાદ :ગુજરાતના મલ્ટીપ્લેક્સ એસોસિયેશને ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે, વહેલી તકે સિંગલ સ્ક્રીન અને મલ્ટીપ્લેક્સ શરૂ કરવા માંગ કરી છે. રાજ્યના માહિતી અને પ્રસારણ ખાતાને પણ તેઓએ રજુઆત કરી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ગુજરાતે દરેક સિનેમામાં સેનેટાઇઝ ટનલ, એક ચેર વચ્ચે એક ચેરનુ ડિસ્ટન્સ રાખવા, હેન્ડ સેનેટાઇઝર રાખવાની તૈયારી દર્શાવી છે. મલ્ટીપ્લેક્સ સંપુર્ણ સેનેટાઇઝ કરવાની પણ ખાતરી આપી છે. 


ચમત્કારો સર્જનાર ચુંદડીવાળા માતાજીને ભક્તોએ ભારે હૃદય સાથે અંતિમ વિદાય આપી
 
તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું કે, માત્ર ઓનલાઇન ટિકીટ ખરીદવાવાળા દર્શકો અને ડીજીટલ પેમેન્ટથી ટીકિટ ખરીદવાવાળા વ્યક્તિઓને જ પ્રવેશ આપવાની તૈયારી છે. છેલ્લા અઢી માસથી મલ્ટીપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન બંધ હોવાથી ગુજરાતના સિનેમા ઉદ્યોગને ૨૦૦ કરોડથી વધુની રેવેન્યુ લોસ થઈ છે. આવામાં ગુજરાત સરકારે વિજબીલમાં રાહત આપવાની જાહેરાત કરી હોવા છતાં સિનેમા ઉદ્યોગને વિજ કંપનીઓને બિલ મોકલ્યા હતા. બોલિવુડ દ્વારા લોકડાઉનના પગલે ઓવર ધ ટોપ મીડિયા સર્વિસીસ (ઓટીટી) પર ફિલ્મ રિલીઝ કરવાની તૈયારી કરતાં મલ્ટીપ્લેક્સ એસોસિયેશને ઓલ ઈન્ડિયા સ્તરે વિરોધ કર્યો છે. જે ફિલ્મ નિર્માતા ઓટીટી પર ફિલ્મ રીલીઝ કરે તો તેની ફિલ્મ મલ્ટીપ્લેક્સમાં તે નિર્માતાની અન્ય ફિલ્મ ન દર્શાવવાનો નિર્ણય કર્યો છે. સાથે જ સ્ટાફના પગારમાં રાહત આપવાની પણ માંગ કરી છે. તેમજ પ્રોપર્ટી ટેક્સ, જીએસટીમાં રાહત, શો ટેક્સમાં રાહત આપવા સરકાર પાસે માંગણી કરી છે.


ગુજરાતમાં વધુ એક ધારાસભ્ય કોરોનાના ઝપેટમાં, જગદીશ પંચાલ એપોલો હોસ્પિટલમાં દાખલ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર