મૌલિક ધામેચા/અમદાવાદ: પૂર્વ MLA રાજુપાલની હત્યામાં સાક્ષી રહેલા ઉમેશ પાલની હત્યા કેસમાં પૂર્વ સાંસદ અતિક અહેમદ અને તેના ભાઈ મોહમ્મદ ખાલીદ અઝીમ ઉર્ફે અશરફ, પત્ની શાઇસ્તા પરવીન, ગુલામ અને ગુડ્ડુ મુસ્લિમ સહિત અતિક અહેમદના દીકરા સામે FIR દાખલ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી દુર્ઘટના ટળી! સુરતથી દિલ્લી જઈ રહેલા વિમાનમા મુસાફરોમાં ફફડાટ,ઇમરજન્સી લેન્ડિંગ


જે અંગે અમદાવાદ સેન્ટ્રલ જેલના હાઇસિક્યોરીટી બેરેકમાં બંધ રહેલા અતિક અહેમદ એ કરેલા પ્લાનિંગથી અનેક શંકાઓ ઉપજી છે. કેમ કે હત્યા ખંડણી અને જેલમાં મારામારીના સંખ્યાબંધ ગુનાઓ અતિક અહેમદ વિરુદ્ધ નોંધાયેલા છે. જેને પગલે સુપ્રીમ કોર્ટના આદેશથી યુપી થી અમદાવાદ સેન્ટ્રલ જેલમાં જૂન 2019થી ટ્રાન્સફર કરવામાં આવેલો. 


ઘણી ખમ્મા! દર્દીઓના હિતમાં પપૈયાની ખેતી કરી રહ્યા છે ભાવનગરના આ પાટીદાર ખેડૂત


ઉલ્લેખનીય છે કે બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ અતિક અહેમદને જુન 2019 માં યુપીના પ્રયાગરાજમાં નૈની જેલમાંથી અમદાવાદ સેન્ટ્રલ જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી જૂની જેલના હાઈ સિક્યુરિટી દરેક માં બંધ છે અને તે સમયે અતિક અહેમદ વિરુદ્ધ 109 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવણી છે.