મૌલિક ધામેચા/ અમદાવાદ : ગુજરાત રાજ્યના ડીજીપી તરીકે જ્યારથી આશિષ ભાટિયા ચાર્જ સંભાળ્યો છે, ત્યારથી ગુજરાતમાં એનડીપીએસ વધુમાં વધુ કેશો કરી માદક પદાર્થો ગુજરાતમાં આવતા અટકાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ગાંજો ચરસ અને એમડી ડ્રગ્સ હેરાફેરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી. અમદાવાદ પોલીસે પણ કરોડોનો જથ્થો કબજે કર્યો છે. ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીના સંયુકત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો પાલનપુરમાંથી પકડવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિમાં સોસાયટી-ફ્લેટમાં એક કલાકની આરતી-પુજા માટે પોલીસ પરમિશન જરૂરી, આ રહેશે ગાઇડલાઇન


ATS દ્વારા 1 કરોડથી વધુનો ચરસ સાથે 2 લોકોને પકડી પાડવામાં આવેલ અને તે કેસમાં મુખ્ય આરોપી ઇમરાન ફરાર હતો. જેની નારોલ સર્કલથી  ધરપકડ કરવામાં આવી. ઈમરાન અને મુંબઈ ના વોન્ટેડ આરોપી નીતિન ચીક બને ભેગા થઈને ચરસ મંગાવી મુંબઈમાં ધંધો કરતા હતા. હવે ATS નીતિનને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. ATS ની તપાસમાં સામે આવ્યું છે કે, ઇમરાન મૂળ અમદાવાદનો છે. પરંતુ જયારે ઇમરાન નાની વયનો હતો ત્યારે જ  માતા તેને લઈ મુંબઈ જતી રહી હતી. તેઓ પરિવાર સાથે મુંબઇમાં જ વસી ગયા હતા. 


દિવાળી પહેલા બૂટલેગરોનો સુરતમાં દારૂ ઘૂસાડવાનો પ્રયાસ, બોટમાં પકડાયો 16 લાખનો દારૂ


મળતી માહિતી પ્રમાણે ઈમરાનનીમાં અને તેના નાના પણ ચરસનો વેપાર કરતા હતા. વર્ષ 2011માં ઈમરાન અને તેની માં ચરસના કેસમાં મુંબઈમાં પકડાઈ ગઈ હતી. જે તે સમય જેલમાં ઈમરાનની મુલાકાત નીતિન સાથે થઈ હતી. નીતિન પણ ડ્રગના કેસ માં જેલ માં આવ્યો હતો. બંનેની જેલમાં મિત્રતા થઈ અને બહાર નીકળી. બંને ડ્રગનો વેપાર કરવા લાગ્યા હતા. વર્ષ 2014 માં જેલ થી બહાર આવ્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube