કેવી રીતે ગુજરાતમાં અલકાયદાના નેટવર્કનું ATS એ પાર પાડ્યું ઓપરેશન? 14 દિવસના રિમાન્ડ મંજૂર
રાજકોટમાંથી ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ છેલ્લા 1 વર્ષથી સામાન્ય નાગરિકની જેમ રાજકોટમાં સોની બજારમાં મજૂરી કરતા હતા. તેમજ તેઓની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ તેમજ કારતૂસ પણ કબ્જે કરાયા છે.
ગૌરવ દવે/રાજકોટ: ગુજરાતમાં અલ કાયદાના મોટા નેટવર્કનો ગુજરાત એટીએસે પર્દાફાશ કર્યો છે. રાજકોટની સોની બજારમાંથી ત્રણ શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આતંકી સંગઠન અલકાયદા તંજીમ સાથે સંકળાયેલા 3 શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. અમન સિરાઝ મલિક, અબ્દુલ શુકુરઅલી શેખ અને સૈફ નવાઝ અબુ શાહીદ નામના શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરાઈ છે. ત્રણેય શખ્સો પાસેથી હથિયાર, 10 જીવતા કારતુસ અને 5 મોબાઇલ ફોન પોલીસ કબ્જે કર્યા છે. ત્રણેય શંકાસ્પદ આતંકવાદીઓ છેલ્લા 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા. ત્રણેય આતંકી અલકાયદાનો પ્રચાર કરવાનું કામ કરતા હતા.
આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણેય આરોપીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આગામી 14 તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટના જજ નેહા કારીયાની કોર્ટમાં રિમાન્ડ અરજી મૂકવામાં આવી હતી. રાજકોટની જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ અંગેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં સરકારી વકીલ તરીકે ભરતભાઈ સોલંકીએ દલીલ કરી હતી. રિમાન્ડ દરમિયાન રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવ્યા નથી.
ઓગસ્ટમાં અંબાલાલની ભૂક્કા બોલાવી દે તેવી આગાહી, આ વિસ્તારોમા થશે 10 ઈંચ સુધીનો વરસાદ
સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોને અલકાયદા તંજીમમાં જોડાવવા માટે પ્રેરિત કરતા હતા. સાથે જ સોની બજારના મુસ્લિમ કારીગરોને તેઓ અલ કાયદામાં જોડાવવા પ્રેરિત કરતા હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે. ગુજરાત એટીએસ પોલીસ સ્ટેશન ખાતે ઇ.પી.કો કલમ 121-ક અને આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)(એ) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસનાં કહેવા મુજબ ત્રણેય શંકાસ્પદ આંતકવાદીઓને આજે કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ રીમાન્ડની માંગણ કરવામાં આવી છે.
ગુજરાત સરકારનો શિક્ષકોને ઝટકો: 41 હજાર જગ્યાઓ જ ઓછી કરી દીધી, હવે નોકરીની આશા ના રાખ
કેવી રીતે ગુજરાત એટીએસે પાર પાડ્યું ઓપરેશન?
ગુજરાત એટીએસનાં એસ.પી ઓમપ્રકાશ જાટે માહિતી આપતા કહ્યું હતું કે, આરોપી અમન સિરાઝ મલીક છેલ્લા એકાદ વર્ષ થી ટેલિગ્રામ એપ્લિકેશન થી વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને કુરસાન નામનાં શખ્સોનાં સંપર્કમાં આવ્યો હતો. અલ-કાયદા તંજીમ નામનાં આંતકવાદી સંગઠનમાં જોડાવા તેને પ્રેરીત કરવામાં આવ્યો હતો. જેની માહિતી ગુજરાત એટીએસને મળતા ગુજરાત એટીએસનાં ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને એસ.એલ.ચૌધરીનાં માર્ગદર્શનમાં ત્રણ અલગ અલગ ટીમોએ સર્વેલન્સની કામગીરી શરૂ કરી હતી.
ઘોર કળિયુગ! કથાના બહાને આવેલા મહારાજે પરિણીતા સાથે કર્યું ગંદું કામ, બાથરૂમમાં ગઈને.
6 મહિના સુધી સર્વેલન્સ કર્યા બાદ ગુજરાત એટીએસની ટીમ છેલ્લા ત્રણ દિવસ થી શંકાસ્પદ આંતકવાદીઓ પર હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા સર્વેલન્સ કરી રહી હતી. જેનાં પુરતા આધાર પુરાવાઓ હાથ લાગતા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. જેમાં ત્રણ શંકાસ્પદ આંતકવાદી સહિત 12 શખ્સોની અટકાયત કરી પુછપરછ શરૂ કરવામાં આવી છે. જેમાં શકમંદો કઇ રીતે સંપર્કમાં આવ્યા અને તેનો શું રોલ છે તે દીશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતની ડમી સ્કૂલના દૂષણને ડામવા તંત્ર એકદમ સજ્જ: DEO કરશે સરપ્રાઇઝ ચેકીંગ
ત્રણેય શંકાસ્પદ આંતકવાદીઓ કઇ રીતે ચલાવતા જેહાદી ષડયંત્ર?
ગુજરાત એટીએસનાં એસ.પી ઓમપ્રકાશ જાટે માહિતી આપતા કહ્યું હતું કે, શંકાસ્પદ આંતકવાદી અમન સિરાઝ મલીકને બાંગલાદેશી હેન્ડલર અબુ તલ્હા અને કુરસાન નામનો શખ્સ ટેલિગ્રામ અને કનવરસેશન એપ્લિકેશન થી સંપર્ક કરતા હતા. અમન મલીકને કનવરસેશન એપ્લિકેશન થી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વિડીયો મોકલવામાં આવ્યા હતા. એટલું જ નહિં અમન મલીકે ઓનલાઇન માધ્યમ થી ઓટોમેટીક હથિયાર ચલાવવાની તાલીમ પણ લીધી હતી. સોશ્યલ મિડીયા એપ્લિકેશન થી અમન મલીક મુઝમ્મીલ નામની ઓળખ ધરાવતા વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. જે વ્યક્તિ અમનને જેહાદ અને હિજરત માટે પ્રેરીત કરતો હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદની તમામ સ્કૂલોમાં ભણતરનો નહીં પરંતુ દફતરનો ભાર થશે ઓછો, DEO એ કર્યો આદેશ
અમને મુઝમ્મીલનાં કહેવા થી મોટા કામને અંજામ આપવા કંટ્રી મેડ સેમી ઓટોમેટીક હથિયાર ખરીદ્યું હતું અને તેની તાલીમ પણ મેળવી હતી. અમન મલીકે પોતાનાં પરિચયમાં રહેલા શૌફ નવાઝ અને અબ્દુલ શુકરઅલી શેખને પણ અલ-કાયદા તંજીમમાં સામેલ કર્યા હતા. જેની પાછળનું કારણ એ હતું કે અમનની જેમ નવાઝ અને અબ્દુલ પણ જેહાદી માનસિકતા ધરાવતા હતા. અમને બન્ને શખ્સોને દાવત આપી અલ-કાયદા તંજીમમાં જોડ્યા હતા. આ ત્રણેય શખ્સો રાજકોટમાં વસવાટ કરતા બંગાળી કારીગરોનો સંપર્ક કરી અલ-કાયદા તંજીમમાં જોડાવા માટે પ્રેરીત કરતા હોવાનું ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું હતું.
35 કરોડનું દીવાળું ફૂંક્યું! અ'વાદના બિલ્ડર સાથે ઠગબાજે એવી રીતે છેતરપિંડી કરી કે...
રાજકોટની ડિસ્ટ્રીક કોર્ટમાં શંકાસ્પદ આંતકવાદીઓને રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં જજ નેહા કારીયાની કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની ATS દ્વારા માંગણી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. સરકારી તરફ થી વકીલ ભરત સોલંકી રોકાયા હતા. જોકે રાજકોટ ડિસ્ટ્રીક કોર્ટ બાર એસોસિએશન દ્વારા આરોપી શંકાસ્પદ આંતકવાદીઓ તરફી કોઈ વકીલોએ કેસ લડવો નહિ તેવો નિર્ણય જાહેર કર્યો હતો.
દ્વારકામાં તૈયાર છે ડેનમાર્ક જેવો બ્રિજ, ગુજરાત પુરું કરશે PM મોદીનું સપનું
હાલ ગુજરાત એટીએસે આ તમામ ત્રણેય શંકાસ્પદ આંતકવાદીઓ પાસે થી જેહાદી પ્રવૃતિ ચલાવવા માટેનું ઉશ્કેરણીજનક સાહિત્ય, વિડીયો, ફોટોગ્રાફ્સ, ઓનલાઇન એપ્લિકેશન પર કરેલી ચેટ અને ઓનલાઇન હથિયાર તાલીમ માટેનું સાહિત્ય કબ્જે કર્યું છે. એટલું જ નહિં જે શકમંદોની અટકાયત કરી છે તેની પણ ઉંડાણપુર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અમન અને ત્રણેય શંકાસ્પદ આંતકવાદીઓ સાથે કેટલા સમય થી સંપર્કમાં હતા. તેનાં સાથેનાં કોલ રેકોર્ડીંગ, મેસેજ ચેટ સહિતની તપાસ કરવામાં આવી રહી છે.
Life Insurance ના પણ છે ઘણા ફાયદા, લાંબાગાળે કમાઇ શકો છો વધુ રિટર્ન
જેમાં રાજકોટની સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોનું કહેવું છે કે, જે શકમંદોને પોલીસે ઉઠાવ્યા છે તેમાં કોઇ આવી પ્રવૃતી સાથે જોડાયેલા નથી. પરંતુ શંકાસ્પદ શખ્સો પૈકી એક શખ્સ તો 15 દિવસ પહેલા જ પશ્ચિમ બંગાળ થી રાજકોટ આવ્યો હતો અને અલગ અલગ ચેમ્બરોમાં જઇને બંગાળી કારીગરોને કુરાનનું પઠન કરાવવા જતો હતો. જેથી રાજકોટની સોની બજારમાં કામ કરતા 50 હજાર કરતા વધું બંગાળી કારીગરો સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. એટીએસ તપાસમાં શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.
ગુજરાતના આ જિલ્લામાં ફેલાઈ રહી છે આ ખતરનાક બીમારી, 24 કલાકમાં કરે છે અસર