ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના ખોખરા રેલવે સ્ટેશન માર્ગ પરના ઇડલી ચાર રસ્તા પર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. ઈડલી ચાર રસ્તા પરના નિશા ઈડલી સેન્ટર પર દસ-પંદર જેટલા અસામાજિક તત્વોએ ઘર ઘુસી જઈને તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કર્યો હતો. તમામે બે મહિલા સહિત પાંચ લોકો ઉપર ઘાતક હુમલો કરીને ફરાર થઈ ગયા હતા. ઘાયલ પાંચેય લોકોને સારવાર માટે મણિનગરની એલજી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. જ્યાં ત્રણની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું છે. મોડી રાતે થયેલ આ હુમલાની ઘટના CCTV માં કેદ થઈ છે. હુમલાખોર અસામાજિક તત્વો હાટકેશ્વરના ભાઈપુરાના હોવાનુ અને છૂટાછેડા થયેલ યુવતીની બાબતે સામે પક્ષમાં યુવકના સાગરિતોએ હુમલો કર્યો હોવાનું ઈજાગ્રસ્ત પરિવારે જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર