ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિલ્ડર પર હુમલાની ઘટના સામે આવી છે. ત્યારે બિલ્ડરે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. બોપલ પોલીસે ફરિયાદ નોંધી હુમલો કરનાર બે આરોપીની ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના મંત્રી ભરાયા! રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપને અલ્ટિમેટમ


મૂળ ધંધુકાના અને બોપલ ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ ચાવડા નામના બિલ્ડરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધંધુકા ખાતે રાજેન્દ્રસિંહ સોલંકી લાંબા સમયથી પરિચય હતો અને તેઓ ધંધુકામાં આવેલા પચ્છમ ધામ ખાતે વારંવાર મુલાકાત લેતા હતા. જોકે છેલ્લા ઘણા સમયથી તેઓ એ ત્યાં જવાનું બંધ કર્યું હતું. જે બાબતને લઈને રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ સિંહ પરમાર સાથે તકરાર ચાલતી હતી. તેવામાં 27મી માર્ચે રાતના સમયે ઉપેન્દ્રસિંહ ચાવડાને ફોન કરી પહેલા ઝગડો કર્યો હતો અને આરોપીઓએ મળવા બોલાવ્યા હતા અને તેઓ બોપલમાં મેરી ગોલ્ડ સર્કલ પાસે પહોંચતા 8 થી 10 જેટલા શખ્સોએ ભેગા મળી જાહેર રસ્તા પર જ ગાડી ઉપર પાઇપો અને લાકડીથી હુમલો કરી વાહન માં તોડફોડ કરી હતી. જે દરમિયાન બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ પોતાના સ્વરક્ષણ માટે થી લાઈસન્સ વાળી રિવોલ્વરથી હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 


Ahmdaabd News: અમદાવાદ કોર્પોરેશનને 700 કરોડથી વધુ રકમનું નુકસાન, કોના બાપની દિવાળી


આ ઘટનાની જાણ થતા બોપલ પોલીસ ની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને બોપલ પોલીસ મથકે મારામારીના રાયોટિંગ તેમજ જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ સિંહ પરમાર સહિતના દસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેમાંથી બે મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ સોલંકી અને અનિલ સિંહ પરમાર ની ધરપકડ કરવા માં આવી છે જોકે સામે પક્ષે બિલ્ડર દ્વારા પોતાની પાસે રહેલા હથિયારથી ફાયરિંગ કરવામાં આવ્યું હોય તેને લઈને જાહેરનામા ભંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે.


ગોમતી નદીમાં મોટી દુર્ઘટના ટળી! એકાએક પાણીનો પ્રવાહ વધતા 40 લોકોના જીવ તાળવે ચોંટ્યા


પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ ઝગડાનું મુખ્ય કારણ બિલ્ડર ઉપેન્દ્રસિંહ ને સમાજ માં બદનામ કરવામાં આવી રહયા હતા જેમાં આરોપી ઓ સમાજ માં વાતો કરતા હતા કે ઉપેન્દ્રસિંહ દેણામાં આવી ચકુયા છે અને લોકો પાસેથી ઉછીના અને વ્યાજે પૈસા લઇ રહયા છે. જેથી આ ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે બોપલ પોલીસ વધુ ફરાર આંઠ આરોપીની શોધખોળ સારું કરી છે.