મોદી સરકારના મંત્રી ભરાયા! રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપને આપ્યું અલ્ટિમેટમ

ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. રૂપાલાએ માગેલી માફી પણ તેમને માફક નથી આવી રહી. ગામે ગામ ક્ષત્રિયોના સંમેલનો મળી રહ્યા છે. અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળી જેમાં એક મોટું એલાન કરવામાં આવ્યું છે.

મોદી સરકારના મંત્રી ભરાયા! રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું મહાસંમેલન, ભાજપને આપ્યું અલ્ટિમેટમ

Loksabha Election 2024: રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજા-મહારાજાઓ પર રૂપાલાએ કરેલી ટીપ્પણીને કારણે ગુજરાતના ક્ષત્રિયોએ તલવાર તાણી દીધી છે. રાજપૂત સમાજ હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં છે. રૂપાલાએ માગેલી માફી પણ તેમને માફક નથી આવી રહી. ગામે ગામ ક્ષત્રિયોના સંમેલનો મળી રહ્યા છે. આવેદનો અપાઈ રહ્યા છે. અમદાવાદમાં પણ ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળી જેમાં એક મોટું એલાન કરવામાં આવ્યું છે. જુઓ રૂપાલા સામે ક્ષત્રિયોએ તાણેલી તલવારનો આ અહેવાલ.

  • પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોની આરપારની લડાઈ!
  • રૂપાલાની ટીપ્પણીથી રાજપૂત સમાજ છે આક્રોશિત
  • રૂપાલાએ માફી માગી પરંતુ ક્ષત્રિયો માનવા નથી તૈયાર
  • હવે રૂપાલા સામે રાજપૂત સમાજે તાણી દીધી તલવાર! 
  • ભાજપના ઉમેદવાર સામે ક્ષત્રિયોએ કર્યું મોટું એલાન

દેશની આઝાદી હોય કે પછી સનાતન ધર્મ...હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેમણે પોતાના લોહી રેડ્યા...મા ભોમ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું અને જરૂર પડી ત્યારે કેસરિયા પણ કર્યા. તલવારની ધાર પર જેમણે સનાતનીઓનું રક્ષણ કર્યું, તે ક્ષત્રિયોનો ઈતિહાસ શૌર્ય અને બલિદાનથી ભરેલો છે. આવા વીર સપૂત ક્ષત્રિયોના જેટલા પણ ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. પરંતુ રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોના ઈતિહાસ પર જે ટીપ્પણી કરી તેનાથી ચારેબાજુ રોષ જ રોષ છે. કદાચ રૂપાલાનો ઈરાદો ક્ષત્રિયોને નીચે દેખાડવાનો નહતો. પરંતુ તેમના શબ્દોથી ગુજરાતનો રાજપૂત સમાજ આજે આક્રોશિત છે. એટલો આક્રોશિત છે કે ગામે ગામ સંમેલનો થઈ રહ્યા છે, વિરોધમાં રેલીઓ નીકળી રહી છે. ક્ષત્રિયો હવે આરપારની લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. 

  • રૂપાલા સામે રાજપૂતોએ તાણી તલવાર!
  • પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો આકરો વિરોધ
  • રાજકોટથી રૂપાલાને બદલવાની કરી માગ 
  • 'જો રૂપાલા નહીં બદલાય પરિણામ ભોગવવું પડશે'
  • ભાજપ સાથે જોડાયેલા રહેવાનો ક્ષત્રિયોને નિર્ધાર

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજની એક બેઠક યોજાઈ હતી. જેમાં અનેક મહત્વના ઠરાવ કરવામાં આવ્યા. રાજપૂત સમાજે સ્પષ્ટ માગણી કરી છે કે રાજકોટથી રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે. રૂપાલાના સ્થાને બીજા કોઈને પણ ટિકિટ આપવામાં આવે. જો કે રાજપૂત સમાજે એવું પણ કહ્યું છે કે અમારો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલાનો છે. ભાજપ સાથે અમે જોડાયેલા છીએ અને રહેવાના...

શું કહ્યું રાજપૂત સમાજે? 

  • રાજકોટથી રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં આવે
  • રૂપાલાના સ્થાને બીજા કોઈને પણ ટિકિટ આપવામાં આવે
  • અમારો વિરોધ માત્ર પરશોત્તમ રૂપાલાનો છે
  • ભાજપ સાથે અમે જોડાયેલા છીએ અને રહેવાના

જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો રાજકોટમાં 2 લાખ ક્ષત્રિયોનું સંમેલન બોલાવવામાં આવશે. સાથે જ કાયદાકીય લડત આપવાની પણ તૈયારી કરી છે. ગુજરાતના ક્ષત્રિયોએ રૂપાલાએ કરેલી ટીપ્પણીને સમાજના અપમાન સાથે જોડી દીધી છે. જેના કારણે વિરોધની આગ એટલી ભભૂકી ગઈ છે કે જો રૂપાલાને બદલવામાં નહીં આવે તો પરિણામ બદલવાની પણ ચીમકી આપી દીધી છે.  ગુજરાતના રાજપૂતો આટલા રોષે ભરાયા કેમ ભરાયા છે?, રૂપાલા એવું તો શું બોલ્યા હતા કે જેના કારણે આટલો બધો વિવાદ થયો છે? તો રૂપાલાએ જે નિવેદન આપ્યું હતું તે અને ત્યારપછી તેમણે માગેલી માફી પણ સાંભળી લો..

રાજપૂત સમાજે રૂપાલાના નિવેદનને પોતાના પૂર્વજોના અપમાન સાથે જોડી લડી લેવાનો નિર્ધાર કર્યો છે. જેના કારણે પ્રદેશ ભાજપ પણ દોડતું થઈ ગયું છે. પ્રદેશ પ્રમુખ પાટીલે એક દિવસમાં સમગ્ર વિવાદનું નિરાકરણ થઈ જશે તેવું આશ્વાસન આપ્યું છે ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મુદ્દે આગળ શું થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news