જામનગરઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની પર હુમલો કરાયો છે. કાર સાથે બાઈક અથડાતા પોલીસકર્મી બાઈકચાલકે હુમલો કર્યો છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાની કાર સાથે પોલીસ કર્મીનું બાઈક અથડાયું હતું. જે બાબતે પોલીસ કર્મી બાઈકચાલકે રિવાબા પર હુમલો કર્યો. જામનગરના શરૂ સેક્સન રોડ પર આ બનાવ બન્યો છે. રોંગસાઈડમાં આવી રહેલા પોલીસ કર્મી બાઈકચાલકે કાર સાથે ટક્કર મારી હતી.  બાદમાં પોલીસ કર્મી બાઈકચાલકે રીવાબા પર હુમલો કર્યો. હાલ રીવાબા એસપી કચેરીએ પહોંચ્યા છે.