અમેરિકા બાદ હવે યુકેમાં પણ ગુજરાતીઓ પર હુમલા : લંડનમાં યુવક પર હુમલાનો વીડિયો વાયરલ થયો
Attack On Gujarati In London : લંડનમાં વધુ એક ગુજરાતી પર થયો હુમલો,,, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતાં યુવકને પહોંચી ઈજા,,,યુવક સારવાર હેઠળ હોવાનો વીડિયો આવ્યો સામે,,,અનેક વિદ્યાર્થીઓ લંડન ભણવા જતા હોવાથી હુમલાની ઘટનાથી ભય
UK Visa બુરહાન પઠાણ/આણંદ : લંડનમાં એવી ઘટના બની કે, તમારા કોઈ સ્વજન લંડનમાં રહેતા હોય તો તમને ચિંતા થઈ જાય. અત્યાર સુધી અમેરિકામાં ગુજરાતીઓ પર હુમલાની ઘટના બની છે. લંડનમાં એક ગુજરાતી યુવક પર કેટલાક અશ્વેતો દ્વારા હુમલો કરાયો હતો. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે.
યુવક ગુજરાતનો હોવાની ચર્ચા
પ્રાપ્ત માહિતી અનુસાર, લંડનમાં એક ગુજરાતી યુવક પર હુમલો થયો છે. કેટલાક અશ્વેત ઈસમો દ્વારા ગુજરાતી યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુજરાતી યુવક પર તીક્ષણ હથિયારથી કેટલાક અશ્વતો તૂટી પડ્યા હતા. થોડા દિવસો અગાઉ બનેલી ઘટનાનો વીડિયો હાલ વાયરલ થયો છે. જોકે, આ ગુજરાતી યુવક ગુજરાતના કયા જિલ્લાનો છે તેની કોઈ માહિતી સામે આવી નથી. પરંતુ આ યુવક ગુજરાતનો હોવાની ચર્ચા છે.
દિલ્હીથી આવી મોટી ખબર : આપના દાવા વચ્ચે કેજરીવાલનો ગુજરાત પ્રવાસ અચાનક ગોઠવાયો
સાવચેત રહેવાના મેસેજ સાથે વાયરલ થયો વીડિયો
લંડનના અપટોન પાર્ક સ્ટેશન પાસે હુમલાની આ ઘટના બની હતી. હુમલા બાદ યુવકની સારવાર કરતા સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટના બાદથી લંડનમાં રહેતા ગુજરાતીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે, લંડનમાં રહેતા ગુજરાતીઓને સાવચેત રહેવાના મેસેજ સાથે આ વીડિયો હાલ દરેકના મોબાઈલ પર ફરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી યુવકો અને યુવતીઓ વિદેશની વાટ પકડે છે. જેમાં યુકે પણ સૌથી આગળ છે. યુકેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી અને યુવાનો વીઝા મેળવી અભ્યાસ અને રોજગાર માટે ગયા છે. હાલ યુવક હાલ સારવાર હેઠળ હોવાની પ્રથામિક જાણકારી બહાર આવી છે. સાથે જ યુવક ગુજરાતનો હોવાની ચર્ચા છે. ઘટના સમયે હાજર કેટલાક ભારતીયો દ્વારા આ વીડિયો બનાવાયો હોવાનું કહેવાય છે.
સરકારી ભરતીની પરીક્ષા આપનારા ઉમેદવારોને મોટો ફટકો : GSSSB એ પરીક્ષા ફી વધારી દીધી