મિતેશ માળી, વડોદરાઃ વિદેશમાં ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. વધુ એકવાર આવી ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના વેન્ડા ટાઉનમાં ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો છે. સ્ટોરમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રો લૂંટારાઓએ હુમલો કર્યો છે. હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ મૂળ કરજણના સાંસરોદ ગામનો વતની છે. નિગ્રો લૂંટારાઓએ ફાયરિંગ કરતા યુવકને ઈજા થઈ છે અને તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આફ્રિકામાં ગુજરાતી પર હુમલો
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાંસરોદ ગામના વતની દાઉદભાઈનો પુત્ર મુખ્તાર, તેની પત્ની સાથે આફ્રિકામાં રહે છે. મુખ્તાર છેલ્લા 30 વર્ષથી વેન્ડામાં દુકાન ચલાવી પોતાનું ગુજરાત ચલાવે છે. તેના સ્ટોરમાં નિગ્રો લૂંટના ઈરાદાથી આવ્યા અને ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં મુખ્તારને ઈજા થઈ છે અને તેને સારવાર માટે વેન્ડાથી 200 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યો છે. આ માહિતી મળતા તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. 


આ પણ વાંચોઃ રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે કરી આગાહી


આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી યુવક પર હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. હુમલાનો ભોગ બનનારના પિતા સાંસરોદ ગામમાં રહે છે અને ખેતીકામ કરે છે. નોંધનીય છે કે આફ્રિકામાં ગુજરાતી લોકો પર હુમલાના સમાચાર સતત આવતા રહે છે. 


પાંચ દિવસ પહેલા થઈ હતી એક યુવકની હત્યા
આફ્રિકામાં પાંચ દિવસ પહેલા એક ગુજરાતી યુવકની હત્યા કરવામાં આવી હતી. ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત સંત નામના વ્યક્તિની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. આફ્રિકાના પીટોરીયા નજીકના ટાઉનમાં લોકલ ઈસમ અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી થઈ હતી. આસિફ ભાઈ લિયાક્ત સંત મનુબર ગામથી રોજગારી માટે  આફ્રિકા ગયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube