મોરબી: મોરબી જીલ્લા પાસના કન્વીનર મનોજ પનાર ઉપર હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મનોજ પનારાએ જીલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયા અને ૧૦ થી ૧૨ લોકો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં હુમલો કરવાનું કાવતરું રચ્યું હોવાની અરજી કરી છે. ગત વિધાનસભાની ચુંટણીમાં ઘનશ્યામભાઈને ટીકીટ ન મળી હોવાથી તેનો ખાર રાખીને હુમલો કરવા માટે આવ્યા હોવાનું તેને પોલીસને જણાવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી તાલુકાના બગથળા ગામે પાસના કન્વનાર હાર્દિક પટેલની હાજરીમાં મોરબી જીલ્લા પાસના કન્વીનર મનોજ પનારા ઉપર હુમલો થવાનો હતો. આ અંગેની મનોજ પનારાએ મોરબી તાલુકા પોલીસમાં અરજી આપી છે. અરજીમાં મનોજ પનારાએ કહ્યું છે કે, જીલ્લા પંચાયતના માજી મહિલા પ્રમુખના પતિ ઘનશ્યામભાઈ જાકાસણીયાએ અગાઉ તેમને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 



ગત વિધાનસભાની ચુંટણીમાં તેમણે કોંગ્રેસની ટીકીટ માંગી હતી જો કે, તેને ટીકીટ મળી ન હતી. જેથી તેનો ખાર રાખીને પાસ તરફથી સહકાર આપવામાં આવ્યો ન હોવાથી તેમની ટીકીટ કપાઈ હોવાનું તે અવારનવાર કહેતા હતા.  આ દરમ્યાન તેમના મળતિયા પાસે સામાજિક અને રાજકીય રીતે નુકશાન થાય તેવી પોસ્ટ મુકાવવામાં આવતી હતી. જેથી તેને સમજાવવા માટે ફોન કર્યો હતો. જેનો ઓડિયો રેકોર્ડ કરીને તેને વાયરલ કર્યો છે. 


આટલું જ નહિ હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસના દિવસે ઘનશ્યામભાઈ જાકાસણીયાએ તેની ટોળકી સાથે સભા સ્થળ પાસે જ હુમલો કરવાનું કાવતરું રચ્યું હતું. જો કે પોલીસે તેને ત્યાંથી રવાના કરીને પોલીસના પ્રોટેક્શન સાથે ઘરે પહોચાડ્યો હતો. જેથી ઘનશ્યામભાઈ જાકાસણીયા સહિતના સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.