રક્ષિત પંડ્યા/રાજકોટ: જસદણ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે હવે કોંગ્રેસ પર રૂપિયાની લાલચ આપીને ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરવા અંગેની ફરિયાદ ચૂંટણી પંચમાં થઇ છે. ગજેન્દ્ર રામાણી દ્વારા કુંવરજી બાવળિયાના ટેકેદારને રૂપિયા 25000 હજારની લાલચ આપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફોન કરી આપી લાલચ 
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીએ કુંવરજી બાવળિયાના ટેકેદારા અને પાંચવડા ગામના માજી સરપંચને ફોન કરવામાં આવ્યો હતો. ફોનમાં તેમણે કુંવરજીનો સાથ નહિં આપવા માટે 25000 હજાર રૂપિયાની લાલચ આપવામાં આવી હતી. જેની ફરિયાદ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવી છે.


વધુમાં વાંચો...પાટણની ઉત્તર ગુજરાત યુનીવર્સીટીમાં હવે પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન


કોંગી આગેવાનો સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ શરૂ 
મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછી જસદણમાં કોઇ પણ પાર્ટીને પ્રચાર કરવાની મનાઇ કરતુ જાહેરનામુ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે હવે કોંગ્રેસના બે મહત્વનું આગેવાનો વિરૂદ્ધ રૂપિયાના બળે ચૂંટણીમાં ભાજપના આગેવાનોને પોતાના પક્ષ તરફ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ અંગે ધારાસભ્ય લલિત કગથરા અને ગજેન્દ્ર રામાણીનો ઓડિયો પણ વાયરલ થયો છે. આ બંન્ને વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ પણ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે.