નચિકેત મહેતા/ખેડા : જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પર 14 માર્ચની રાત્રીના અકસ્માત થયો હતો. અકસ્માતમાં અમદાવાદના ચાર યુવાનો મોતને ભેટયા હતા. એક જ મોટરસાયકલ ઉપર સવાર ચાર યુવકો ખેડા પાસે આવેલ હાઇવે પરની હોટલ બહાર પાર્ક કરેલી કન્ટેનર પાછળ ઘુસી જતા ઘટનાસ્થળે ચારેય યુવકોના મોત થયા હતા. માતર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાંથી પસાર નેશનલ હાઇવે નંબર ૮ પસાર થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરમાં વકીલે જાહેરમાં પાડોશી મહિલાને બાહોમાં ભરી લીધી, કહ્યું તારી સાથે એકાંતમાં વાઇલ્ડ હોળી રમવી છે


ગત તારીખ 14મી માર્ચે મધ્યરાત્રીએ માતર તાલુકાના સોખડા પાટીયા સામે આવેલ હાઇવે પર વેસ્ટર્ન હોટલ પાસેના પાર્કિંગમાં ઉભેલી ટ્રક પાછળ એક બાઈક પર 4 યુવકો સવાર થઈ જઈ રહ્યા હતા. વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલી ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી જતા તમામ ચાર યુવક નામે જીતેશ નોગિયા હરીશ રાણા નરેશ વણઝારા સુન્દરમ યાદવ તમામ રહે અમરાઈવાડી અમદાવાદના મોત નિપજ્યા હતા. પ્રથમ દ્રષ્ટિએ અકસ્માતે મોત ગુનો લાગતા માતર પોલીસે અકસ્માતે મોત ગુન્હો નોંધ્યો હતો. જો કે પોલીસે આ કેસમાં ઊંડાણ પૂર્વક તપાસ કરતા હત્યા થયાનું પ્રકાશમાં આવ્યું છે.


સિંહો માટે પણ પાણીની સમસ્યા, રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી કુંડીઓ ખાલી


માતર પોલીસ દ્વારા આ કેસમાં ઊંડાણમાં તપાસ કરતા સામે આવ્યું કે આ ચાર યુવાનો નડિયાદ શહેરમાંથી પસાર થઈ નેશનલ હાઇવે નંબર 8 પર પહોંચ્યા હતા. નડિયાદ શહેરમાં તેમને અમુક શખ્સો જોડે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મૃતક ચાર યુવકો પોતાની મોટરસાયકલ લઈ અમદાવાદ તરફ જઇ રહેલા હોય અન્ય શખ્સો દ્વારા સ્કોર્પિયો ગાડી લઈ પીછો કર્યો હતો. માતર પોલીસ સ્ટેશનની હદમાં સ્કોર્પિયો ગાડીથી આ બાઈક સવારને ટક્કર મારી હતી. ટક્કર મારતાની સાથે જ બાઈક સવાર પાર્ક કરેલી ટેન્કર પાછળ ઘુસી જતા ઘટનાસ્થળે ચાર યુવાનોના મોત નિપજ્યા હતા. સમગ્ર મામલાને પ્રથમ અકસ્માતનું સ્વરૂપ આપતા ટક્કર મારનાર ત્રણ આરોપીઓની માતર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી સાથે સાથે જે સ્કોર્પિયો ગાડીથી ટક્કર મારી હતી તે પણ પકડી લેવામાં આવી છે.


પોલીસની વર્દીમાં કરતા હતા દારૂની હેરફેર, વલસાડ પોલીસે બે આરોપીની કરી ધરપકડ


પોલીસને તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે અકસ્માત લાગતો નહોતો. પરંતુ કોઇ અંગત ઝઘડાના કારણે આ ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જેથી પોલીસે રોડ પરના સી.સી.ટી.વી ફુટેજની ચકાસણી તેમજ રધવાણજ ટોલટેક્ષના માણસોની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, એક કાળા કલરની સ્કોર્પીયો કાર અકસ્માતમાં મોતને ભેટેલા યુવકોની બાઈકનો નડિયાદથી મારવાના ઇરાદે પીછો કરતી હતી. જેથી ચારેય યુવકો ભયભીત થઇ પોતાની જીવ બચાવવા એક બાઇક ઉપર નડિયાદથી અમદાવાદ તરફ જતા હતા. તેમજ વેસ્ટર્ન હોટેલ નજીક આ સ્કોર્પીઓના ચાલકે વધુ સ્પીડ કરી મોટર સાયકલને ટક્કર મારી વેસ્ટર્ન હોટેલના કંપાઉન્ડમાં પાર્ક કરેલા કન્ટેઇનર સાથે અથડાવી ચારેય જણાના માથાને ભાગે ગંભીર ઇજાઓ કરી મોત નીપજાવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઇ આવ્યું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલો પ્રેમ પ્રકરણનો હોય તેવું પણ સામે આવ્યું છે. હજુ પણ અન્ય શખ્સોની આ ગુન્હામાં સંડોવણી હોય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube