માનસિક અસ્થિર મહિલા સાથે એટલો અત્યાચાર કે ગુપ્તભાગ અને હોઠમાંથી લોહી નિકળી ગયા...
ઇડરમાં રાત્રીના સમયે વરસાદ અને વાવાઝોડાનો લાભ લઇ નરાધમે અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ આચરી લોહી લુહાણ હાલત કરી નાખી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વિવિધ ટીમો બનાવી સીસીટીવી સહીત તપાસ હાથ ધરી નરાધમને શોધવાની કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ અસ્થિર મહિલા હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા : ઇડરમાં રાત્રીના સમયે વરસાદ અને વાવાઝોડાનો લાભ લઇ નરાધમે અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ આચરી લોહી લુહાણ હાલત કરી નાખી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વિવિધ ટીમો બનાવી સીસીટીવી સહીત તપાસ હાથ ધરી નરાધમને શોધવાની કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ અસ્થિર મહિલા હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.
સગી બહેને ભાઇને કહ્યું, ભાભી સાથે મજા ન આવતી હોય તો પછી હું...
સાબરકાંઠાના ઇડરમાં જલારામ મંદિર સામેના પ્લોટમાંથી અસ્થિર મગજની મહિલા લોહી નીકળતી હાલતમાં મળી હતી. મહિલાના મોઢાના અને ગુપ્ત ભાગે ઇજાઓ જોવા મળી હતી. આ અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આધારે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઇડરના જલારામ મંદિર સામેના ખુલ્લા પ્લોટમાં લોહી નીકળતી હાલતમાં અસ્થિર મગજની મહિલા જોવા મળતાં ૧૦૮ ને જાણ કરી મહિલાને ઇડર સિવિલમાં ખસેડાઇ હતી. મહિલા જ્યાંથી મળી તે સ્થળ અને હાથલારી પર લોહીના ડાઘા જોવા મળ્યા હતા. તો આ મહિલાના મોઢાના અને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ હતી.
મહિલાને વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં રિફર કરાઇ હતી. હિમતનગર સીવીલમાં મહિલાની સારવાર ચાલી રહી છે. બીજી તરફ આ ઘટનાને લઈને જીલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તો અજાણ્યા શખ્સને ઝડપી પાડવા ઇડર પોલીસ સ્ટેશનની ટીમ અને એલસીબી સહિતની ટીમોએ ઘટના સ્થળ આસપાસ અને રોડ સાઈડ પર સીસીટીવી તપાસણી શરૂ કરી છે. હવે મહિલા સાથે દુર્વ્યવહાર કરી ફેંકી દેવાઇ હતી કે આ સ્થળે જ દુર્વ્યવહાર કરાયો હતો તેનો પર્દાફાશ આરોપી ઝડપાય ત્યારે હકીકત બહાર આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube