ભાભી સાથે મજા નથી આવતી લાગતી, આજે રાત્રે તમારી પાસે આવીને એક સુંદરી સુઇ જશે તેને ખુશ કરજો...

શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતના જ જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ વારંવાર દારૂ પીને આવે છે અને તેને માર મારે છે. આ ઉપરાંત તે પરસ્ત્રી સાથે સંબંધો પણ રાખે છે. પરસ્ત્રી સાથે તેની નણંદ જ મેળ કરાવી આપે છે. પતિની સગી બહેન પોતાની બહેનપણીઓ સાથે મિત્રતા કરાવીને પોતાના પતિને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો. 

Updated By: Dec 3, 2021, 09:06 PM IST
ભાભી સાથે મજા નથી આવતી લાગતી, આજે રાત્રે તમારી પાસે આવીને એક સુંદરી સુઇ જશે તેને ખુશ કરજો...
પ્રતિકાત્મક તસ્વીર

અમદાવાદ : શહેરમાં રહેતી એક પરિણીતાએ પોતના જ જેઠ, નણંદ અને પતિ સામે ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ વારંવાર દારૂ પીને આવે છે અને તેને માર મારે છે. આ ઉપરાંત તે પરસ્ત્રી સાથે સંબંધો પણ રાખે છે. પરસ્ત્રી સાથે તેની નણંદ જ મેળ કરાવી આપે છે. પતિની સગી બહેન પોતાની બહેનપણીઓ સાથે મિત્રતા કરાવીને પોતાના પતિને ગેરમાર્ગે દોરે છે તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો. અહીં બેન જ પોતાનાં ભાઇનું પોતાની સહેલીઓ સાથે મેળાપ કરાવી આપતી હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો.

યુપી, પંજાબ સહિત 5 રાજ્યોમાં ભાજપ OBC મતદારોને કેવી રીતે આકર્ષિત કરશે? ગુજરાતમાં 3 દિવસ ચાલશે મંથન

શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી 48 વર્ષીય મહિલા પોતાનાં પતિ અને 21 વર્ષીય પુત્ર સાથે રહે છે. મહિલાનો પતિ વ્યવસાય કરે છે. 1996માં બંન્નેના લગ્ન થયા હતા. પતિ ગુસ્સાવાળો સ્વભાવનો હોવાના કારણે અવાર નવાર ઝગડાઓ થતા રહે છે. જો કે તે ગમે તેમ કરીને પોતાનો સંસાર ચલાવતી હતી. આટલું જ નહી પોતાના પુત્રના જન્મ બાદ જિયાણાના નાણા મળ્યા તેમાંથી ઘર ખરીદ્યું હતું અને પોતાના પતિ સાથે રહેવા લાગી હતી. જો કે પતિ આમ છતા પણ સમજ્યો નહોતો અને સતત તેની સાથે માથાકુટ કરવાનું ચાલુ રાખ્યું હતું. 

વાહ ગુજરાત સરકાર વાહ! ભ્રષ્ટાચારનો દાવો થતા મહેસુલ મંત્રી પોતે ઘટના સ્થળે પહોંચ્યા અને અધિકારીને હાથ પકડીને કાઢી મુક્યો...

આ ઉપરાંત આ બધુ જ તેની નણંદ તથા જેઠ જેઠાણીના ઇશારે પતિ કરતો હતો. પતિ દારૂ પીને આવીને નાની નાની બાબતોમાં મહિલાને માર મારતો અને મારકુટ કરતો હતો. તું મને દીઠી પણ ગમતી નથી. તારા પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઇ આવ. આ દરમિયાન પરસ્ત્રી સાથે તેના આડા સંબંધો હોવાનું પણ મહિલાને ખબર પડી હતી. આ અંગે નણંદને વાત કરી તો નણંદે મહિલાનો પક્ષ લીધોહ તો. જેઠને ફરિયાદ કરી તો તેમણે કહ્યું કે, મારો ભાઇ તો પહેલાથી જ રંગીલો છે આવું તો રહેશે તને ફાવે તો તું રહે. નણંદે પણ ધમકી આપી કે, જેની સાથે સંબંધ છે તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને મે જ તેની મિત્રતા કરાવી આપી. કારણ કે હવે તમારામાં રસ કસ રહ્યો નથી તેથી ભાઇને ક્યાંક તો સુખ મળવું જોઇએ. જેથી કંટાળેલી મહિલાએ આખરે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube