રાજકોટમાં પોલીસના ત્રાસથી પોલીસ સ્ટેશનમાં જ યુવકનો આત્મવિલોપનનો પ્રયાસ
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રીના એક યુવકે કેરોસીન છાંટી એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં રવિ નામના યુવકે યુવરાજસિંહ નામના પોલીસ દ્વારા અવારનાવર ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રીના એક યુવકે કેરોસીન છાંટી એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો શહેરના યુનિવર્સિટી પોલીસ મથકમાં રવિ નામના યુવકે યુવરાજસિંહ નામના પોલીસ દ્વારા અવારનાવર ત્રાસ આપવામાં આવતો હોવાથી કંટાળી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં જ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો:- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોરોનાનો કહેર, સાગમટા 20 કેસ બાદ સ્ટાફને ‘વર્ક ફ્રોમ હોમ’ આપ્યું
જો કે યુવક પોતાના શરીર પર દીવાસળી ચાંપે તે પહેલા જ પોલીસે યુવકને આત્મવિલોપન કરતા અટકાવી તેની પાસેથી કેરોસીનનું કેન અને માચીસ કબજે કરી લીધી હતી. બાદમાં પ્રાથમિક સારવાર માટે યુવકને શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તો પોલીસે તેને આત્મવિલોપન કરતા રોકી તેનું નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર