તેજશ મોદી/સુરત :સુરતની જાણીતી અતુલ બેકરીના માલિક અતુલ વેંકરિયા દ્વારા ઉર્વશી નામની યુવતીને કારથી અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ દારૂના નાશમાં કાર અકસ્માત કર્યો હોવાનું પૂરવાર થતા અતુલ વેંકરિયાની ધરપકડનો રસ્તો ખુલ્લો થયો હતો. જોકે, તે પહેલાં અતુલ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. દરમિયાન આગોતરા જામીન કર્યા બાદ આજે અતુલ ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયો છે. હાલ તો પોલીસે ધકપકડની કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોપી અતુલ વેકરીયા ઉમરા પોલીસ સ્ટેશનમાં હાજર થયા બાદ તેને કોવિડ ટેસ્ટ માટે લઈ જવાયો હતો. અતુલ વેકરીયાનો રેપિડ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ આરટીપીસીઆર રિપોર્ટ પણ કાઢવામાં આવ્યો હતો. અતુલ વેકરીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને પોલીસ જાપ્તા સાથે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. હજી RT-PCRનો રિપોર્ટ આવવાનો બાકી છે. જોકે, રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જ તેને સારવાર માટે દાખલ કરી દેવામાં આવ્યા છે.


પાકિસ્તાનમાં બેસેલા ISI ના આકાઓએ અમદાવાદમાં આગ લગાડી, નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ  


ઘટનાની વાત કરવામાં આવે તો અતુલ વેંકરિયા દારૂની મહેફિલ માણીને યુનિવર્સિટી રોડ પરથી પરત ફરી રહ્યો હતો. ત્યારે તેણે રસ્તામાં ત્રણ વાહનોને અડફેટમાં લીધાં હતા. જેમાં વેસુના સોમેશ્વરા સ્કેવર સામે અભિષેક પાર્કમાં રહેતા ફરિયાદી નિરજ મનુ ચૌધરી 26મી માર્ચે રાત્રે પોતાની બહેન ઉર્વશીને મોપેડ પર ફ્રેન્કી ખાવા લઈ ગયો હતો. જે દરમિયાન પાર્ક કરેલી મોપેડ પર બેઠેલી 28 વર્ષની ઉર્વેશી ચૌધરીને અતુલ વેંકરિયાએ અડફેટે લેતા ઉર્વશીનું ટુંકી સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે સ્થળ પર પહોંચીને આરોપીને અટકમાં લીધો હતો. 


સરકાર ખોટું બોલે છે, પણ લાશો ખોટું બોલતી નથી... પીપીઈ કીટમાં ઢંકાયેલા મૃતદેહો આપી રહ્યાં છે


બીજા દિવસે કોર્ટમાં રજૂ કરાતા તેને 15 હજારના જાત જામીન પર મુક્ત કરતો હુકમ કરાયો હતો. જોકે બાદમાં પોલીસે આઈપીસીની કલમ 304 મુજબનો ગુનો દાખલ કરી અતુલ વેંકરિયાની શોધખોળ શરૂ કરી હતી, જોકે વેંકરિયા ભાગી ગયો હતો. સાથે જ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. બીજી તરફ ઉમરા પોલીસ સામે આરોપીને બચાવવા અંગેના ગંભીર આક્ષેપ થયા હોવાથી પોલીસ કમિશનરે સેકટર વનના એડિશનલ સીપીને તપાસ સોંપી હતી.