સુરત : DCB ને હાથે ચરસ સાથે પકડાયેલી નવસારીની શિતલ આંટીને નવસારી SOG પોલીસે નવસારીના તેના ઘરે આવેલા પાર્સલમાંથી મળેલા 80 ગ્રામ ચરસના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી ધરપકડ કરી છે. 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસ તપાસમાં શિતલ આંટી હિમાચાલના નીરવ પટેલ માટે ચરસ પેડલર તરીકે કામ કરી તગડો પગાર મેળવતી હોવાનું ખુલ્યુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડસાસુએ કહ્યું તમે કુળદેવીના દર્શન કર્યા વગર સેક્સ કર્યું માટે તમારૂ શુદ્ધીકરણ કરવું પડશે


નવસારીના જલાલપોર સ્થિત ધર્મનંદન એપાર્ટમેન્ટમાં રહેતી શાંતા સાંગાણી ઉર્ફે શિતલ આંટીને તેના પુત્ર ઉત્સવ સાથે ગત 26 એપ્રિલે સુરત DCB પોલીસે ચરસના જથ્થા સાથે પકડી પાડી હતી. ત્યારબાદ નવસારીના તેના ઘરે દરોડો પાડતા 1.566 ગ્રામ ચરસ સાથે પિતા-પુત્રની પણ ધરપકડ કરી છે. જેના પગલે આખો સાંગાણી પરિવાર નાર્કોટિક્સના ગુનામાં ઝડપાયો હતો. જેના બીજા દિવસે ધર્મનંદન એપાર્ટમેન્ટના શિતલ સાંગાણીના ઘરે પોટ દ્વારા આવેલા પાર્સલને પડોશીઓએ હંમેશની જેમ લઇ લીધુ હતુ. 


બે મિત્રોને એક બીજાની પત્ની સાથે જ હતા આડા સંબંધો એક દિવસ પછી એવુ બન્યું કે...


જો કે શિતલના કાળા કારનામા જાણતા જ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પાર્સલ કબ્જે લઈ, તપાસતા તેમાંથી 80 ગ્રામ ચરસ મળી આવતા પોલીસે શાંતા ઉર્ફે શિતલ સાંગાણી સામે વધુ એક ગુનો નોંધી તપાસ આદરી હતી. જેમાં તપાસ જલાલપોર પોલીસ પાસેથી તપાસ આંચકી નવસારી SOG પોલીસને સોંપાઇ છે. પોલીસે સમગ્ર મુદ્દે સુરત DCB પોલીસ પાસેથી આરોપી શિતલ આંટીનો ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો લઈ, તેની ધરપકડ કરી હતી. સાથે જ નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 16 મે, સોમવાર સુધીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસની તપાસમાં શિતલ આંટી ચરસ લેવા સુરતથી દિલ્હી અને ત્યાંથી હિમાચલ પ્રદેશ જતી હતી. 


GPSC માં મહત્વની નિમણુંક, નલિન ઉપાધ્યાય બન્યા નવા ચેરમેન


જોકે વચ્ચે આરતી ચૌહાણ નામની અન્ય આધેડ મહિલા પણ તેને ચરસ આપી જતી હોવાનું ખુલ્યું છે. જ્યારે શિતલ સુરતમાં નીરવ પટેલના સંપર્કમાં આવ્યા બાદ ચરસ પેડલર બની ગઈ હતી અને તગડા પગારે નીરવ પટેલ માટે કામ કરતી હતી. જોકે દવા વેચતી હોવાનું જણાવી પોતાના પરિવારને પણ ડ્રગ્સના ધંધામાં પાડ્યો હતો. પોલીસે દિલ્હીની આરતી ચૌહાણ સહિત નીરવ પટેલને પકડવા દિલ્હી તેમજ હિમાચલ સુધીના ફેરા ખાધા છે, પણ અત્યાર સુધીમાં નિષ્ફળતા જ હાથ લાગી છે. જોકે રિમાન્ડ દરમિયાન શિતલ આંટી પાસેથી કોઈ કડી મળે, તો સમગ્ર કેસના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચી શકવાની સંભાવના સેવાઇ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube