રવિ અગ્રવાલ/વડોદરા: દિવાળીનો તહેવાર ઓટો મોબાઇલ્સ સેક્ટર માટે ખુશીઓનો તહેવાર બની રહ્યો છે, દિવાળી તહેવાર નિમિત્તે લોકોએ 2 મહિના પહેલાથી જ કાર અને ટુ વ્હીલર બુકિંગ કરાવ્યું છે, જેની ડિલિવરી તહેવારના દિવસોમાં લોકો લેવા આવવાના છે. વાહનોના સ્ટોક કરતાં માંગ વધી જતાં મહિનાઓ સુધી વેઇટિંગ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કારના શો રૂમમાં દિવાળી તહેવાર નિમિત્તે લોકોની ભીડ જોવા મળી રહી છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ ટાટા મોટર્સના શો રૂમમાં લોકોએ કાર માટે નવરાત્રી પહેલાથી જ બુકિંગ કરાવ્યું હતું, જેની ડિલિવરી લોકો ધનતેરસ, નવા વર્ષ કે લાભપાંચમના દિવસે લેવા આવવાના છે. શો રૂમમાં દિવાળી તહેવાર નિમિત્તે એટલી ઇન્કવાયરી આવી રહી છે કે સ્ટોક ખૂટી ગયો છે. ગ્રાહકો હવે પેટ્રોલ, ડીઝલ કે CNG સિવાય ઇલેક્ટ્રિક કારની પણ ખરીદી કરી રહ્યા છે.


ઇલેક્ટ્રિક કારની માંગમાં મોટો વધારો થયો છે. જેમાં ટાટા ટિયાગોની માંગ ખૂબ વધારે છે. એક મહિનામાં જ દેશમાં 10 હજાર લોકોએ બુકિંગ કરાવ્યું. જેની જાન્યુઆરીથી ડિલિવરી સ્ટાર્ટ થશે. નેક્સોન ઇલેક્ટ્રિક કાર પણ વેચાઈ રહી છે, જેમાં દિવાળીમાં જ 150 જેટલા વ્હિકલ બુકિંગ કરાવ્યા છે. કેટલાક લોકો દિવાળી પહેલા પણ કારની ખરીદી કરી રહ્યા છે.


ચાલુ વર્ષે ગત વર્ષ કરતા ઓછું વેચાણ છે, સેમી કંડકટર ચિપના ઇસ્યુના કારણે ડીલરોને સ્ટોક પૂરતો નથી મળ્યો એટલે વેચાણ ઓછું છે. લોકોની માંગ વધારે છે જેના કારણે વેઇટિંગ 120 દિવસ જેટલું છે..


આ પણ જુઓ વીડિયો:-


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube