જયેન્દ્ર ભોઇ/સહેરા : સામાન્ય રીતે સ્ત્રી અત્યાચારના મામલાઓમાં લગ્ન બાદ દહેજ અને અન્ય બાબતોની માંગણીને સાસરિયા દ્વારા નવોઢા પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદો જોવા મળતી હોય છે. જો કે, પંચમહાલ જીલ્લાના શહેરા તાલૂકાના લાભી ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં વહુના ત્રાસથી સાસુએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ મામલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વહુ સામે ગૂનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં પણ તાલીબાનો આવી પહોંચ્યા? કાચા પોચા હૃદયના લોકો ન જુએ આ વીડિયો


સામાન્ય રીતે સમાજમા સાસૂ-વહુના ઝગડાઓની ઘટનાઓ બનતી રહે છે. જેમા સાસુના ત્રાસથી વહુ આત્મહત્યા કરી લેતી હોય તેવા બનાવો બનતા હોય છે. પરંતુ શહેરા તાલુકાના લાભી ગામે વહુના ત્રાસથી સાસુએ આત્મહત્યા કરી લીધાનો ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર લાભી ગામે રહેતા કાળૂભાઈ વણકર તેમની પત્ની સાથે રહીને ખેતીવાડી કરીને ગૂજરાન ચલાવે છે. તેમના ત્રણ સંતાનોમાં બે દીકરી ઉર્મિલાબેન અને વર્ષાબેન અને દીકરો ગિરીશ છે. જેમા ગિરીશના લગ્ન સાંપા ગામે જ્યોત્સનાબેન સાથે કર્યા હતા. જે લગ્નબાદ સાસરીમાં રહેતો હતો. લોકડાઉન બાદ તે લાભી રહેવા આવી ગયો હતો. માતાપિતાથી અલગ રહેતા હતા. મોટી દીકરી વર્ષા લાભી મહેમાન તરીકે આવી હતી.


દિલધડક લૂંટ થકી સમગ્ર સૌરાષ્ટ્રને થથરાવી દેનાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા


વર્ષાના માતા ધનીબેન જમવા બનાવતા હતા. તે સમયે ગિરીશની પત્ની જ્યોત્સના ખરાબ ગાળો બોલવા લાગ્યા હતા. આથી કાળુભાઈએ મહેમાન આવ્યા હોવાથી અપશબ્દો ન બોલવા જણાવ્યુ હતુ. જેથી વધુ ઉશ્કેરાઈ જઇને પીયરીયાઓને ફોન કર્યો હતો. આથી કાળૂભાઈ ઘરેથી નીકળી ગયા હતા. જેમની પાછળ વહુ જ્યોત્સના ગઈ હતી. જે પરત થતાં જ વર્ષાબેન પણ પાછળ  ગયા હતા. તે સમયે જ્યોત્સનાબેનના પીયરપક્ષના લોકો રીક્ષા લઇને આવી ગયા હતા. બીજી તરફ વર્ષાબેનને  ઘરમાં પોતાની માતા ધનીબેન ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. 


ફ્લિપકાર્ટનો 2 કરોડનો ખટારો થયો ગાયબ, વડોદરા પોલીસે તપાસ કરી તો થયો ધડાકો


જેથી વર્ષાબેન માતા પાસે જઈ પકડવાનો પ્રયાસ કરતાં તેમની ભાભી  જ્યોત્સનાએ બચકુ ભરી લીધુ હતું અને પીયરના આવેલા સભ્યો સાથે ભાગી ગઈ હતી. બનાવને લઈને ગ્રામજનો એકત્રીત થઇ ગયા હતા અને પોલીસને જાણ કરવામા આવી હતી. મૃતક ધનીબેનને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામા આવ્યા હતા. પૂત્રી વર્ષાબેને જણાવ્યુ હતુ કે મારી ભાભી જ્યોત્સના લગ્નબાદ જમવાનુ પણ ન આપતી હતી. છાસવારે તકરાર કરીને ઝગડો કરતી હતી. અવનવાર બોલાચાલી અને ઝગડાને કારણે મારી માતા ધનીબેને ઘરે ફાંસો ખાઇને કરી લીધી હતી. આ મામલે વર્ષાબેને શહેરા પોલીસ મથકે ભાભી જ્યોત્સના સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube