ફ્લિપકાર્ટનો 2 કરોડનો ખટારો થયો ગાયબ, વડોદરા પોલીસે તપાસ કરી તો થયો ધડાકો
ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીના પોણા બે કરોડના માલ ગુમ થવાના મામલે વડોદરા એલસીબીએ બે ઈસમોની ધરપકડ કરી છે. સુરતના પલસાણા પાસે ગોડાઉનમા મુદ્દામાલ ઉતારી લેનાર પિતા પુત્રના નામ ખુલ્યા છે. અમદાવાદમા માલ રાખનાર આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન ફ્લિપકાર્ટ કંપનીનો માલ લઈ જતી ટ્રક ડ્રાયવર કંડકટર કરજણ પાસે હોટલના પાર્કિગમા મુકીને ફરાર થઈ ગયા હતા.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા : ફ્લિપકાર્ટ ઈન્ડિયા કંપનીના પોણા બે કરોડના માલ ગુમ થવાના મામલે વડોદરા એલસીબીએ બે ઈસમોની ધરપકડ કરી છે. સુરતના પલસાણા પાસે ગોડાઉનમા મુદ્દામાલ ઉતારી લેનાર પિતા પુત્રના નામ ખુલ્યા છે. અમદાવાદમા માલ રાખનાર આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના પુનાથી રાજસ્થાન ફ્લિપકાર્ટ કંપનીનો માલ લઈ જતી ટ્રક ડ્રાયવર કંડકટર કરજણ પાસે હોટલના પાર્કિગમા મુકીને ફરાર થઈ ગયા હતા.
6 ઓગસ્ટના દિવસે કરજણ પોલિસ સ્ટેશનમા ફ્લિપકાર્ટ કંપનીનો માલ ગુમ થયો હોવાની ફરિયાદ નોધાઈ હતી. કંપનીના વિકાસ પુનિયાએ ફરિયાદ નોધાવી હતી. આ ગુનામા કરજણ પોલિસે ફરિયાદ દાખલ કરી હતી. એલસીબીને તપાસ સોંપવામા આવી હતી. એલસીબીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા કંપનીની ગાડી સુરતના પલસાણા નજીક એક ગોડાઉનમા રોકાઈ હતી. જેની ખરાઈ કરતા સુરતના શિવલાલ શાહ અને પુત્ર કુશલ શાહે ડ્રાયવર કંડકટરને લાલચમા લાવી તમામ માલ ઉતારી લીધો હતો. આ માલ અમદાવાદના પંકજ ખટીકને મોકલી દીધો હતો.
વૃદ્ધ ખમણ ખાતા ખાતા અચાનક ઢળી પડ્યાં, બહાર નાસ્તો કરતા હો તો ખાસ જોજો ચોંકાવનારો VIDEO
ફ્લિપકાર્ટ કંપનીએ વિવિધ કંપનીના મોબાઈલ ,લેપટોપ ,ઈલેક્ટ્રિક સામાન, કિચનનો સામાન,અલગ અલગ કંપનીની બોલપેનો હતી, જેની કિમત 1 કરોડ 75 લાખ હતી. પોલિસે હાલ તો સુરતના કુશલ શાહની ધરપકડ કરી તપાસ કરતા તેના પિતા શીવલાલ શાહ ફરાર થઈ ગયો હતો. જો કે કુશલની કેફિયતના કારણે જાણવા મળ્યુ કે, તમામ માલ અમદાવાદના પંકજ ખટીકને મોકલી દેવાયો છે. જેના આધારે 1 કરોડ 56 લાખ ના મુદ્દામાલ સાથે પંકજ ખટિકની ધરપકડ કરી લેવાઈ છે. વડોદરા એલસીબીએ હાલતો સુરતના કુશલ શાહ અને અમદાવાદના સરસપુરના બોમ્બે હાઉસિગ પાસે રહેતા પંકજ ખટીકની ધરપકડ કરી છે. જ્યારે ફરાર શીવલાલ શાહ, ટ્રકનો ડ્રાયવર રમેશ પટેલ અને કંડકટર સલમાનને પકડવા વિવિધ ટીમો રવાના કરવામા આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે