હિતલ પારેખ/ગાંધીનગર :ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ (corona virus) ની અસરમાં હવે ભારત પણ આવી ગયું છે. કોરોનાનો ભય હવે ભારતમાં પણ પગપેસારો કરી ચૂક્યું છે. દેશભરમાં એલર્ટ આપી દેવાયું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના ભય વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસને પગલે રાજ્યની તમામ હોટલો માટે થર્મલ સ્કેનર ફરજિયાત કરવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ 


હોટલના પ્રવાસી અને કર્મચારીઓનું હેલ્થ ચેકઅપ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરાયેલા આદેશમાં જણાવાયું છે કે, હોટલના સંચાલકો દ્વારા થર્મલ સ્કેનરની વ્યવસ્થા કરવી પડશે. સાથે જ હોટલમાં માસ્ક સહિત જરૂરી સુવિધાઓ ઉભી કરવી પડશે. દરેક હોટલોએ માસ્ક રાખવા પડશે. હોટેલમાં આવતા પ્રવાસીઓ કે હોટલના કર્મચારીઓનું શરીર વધારે ગરમ લાગે તો તાત્કાલિક અસરથી હેલ્પ લાઇન પર ફોન કરીને મદદ માટે જાણ કરવી પડશે.


પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછી...


કોરોનાં વાયરસને લઇને સચિવાલય ખાતે પણ સાવચેતીનાં પગલાં લેવાયા છે. કોરોનાં વાયરસને લઇને મુખ્યમંત્રીથી લઇને મંત્રી મંડળનાં સ્ટાફ અને તેમનાં પરિવારજનો માટે ખાસ હોમિયોપેથિક દવા આપવામાં આવી છે. તમામ કર્મચારીઓને હોમીયોપેથિક દવા આર્સેનિક આલ્બમ 30 પોટેશિયમ દવા આપવામા આવી છે. હોમિયોપેથિ ઉપચારમાં આર્સેનિક આલ્બમ 30 પોટેશિયમ દવાનો ઉપયોગ ફલૂ વાયરસ સામે રક્ષણ મેળવવા માટે કરાય છે. આર્સેનિક આલ્બમ 30 પોટેશિયમની 4 ગોળી સવાર સાંજ ત્રણથી સાત દિવસ લેવાની હોય છે. 


હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી


વડતાલ મંદિરમાં ફુલડોલ ઉત્સવ રદ
કોરોના વાઇરસને લઇ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ફાગણી પૂનમ પર વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં યોજાનાર દિવ્ય રંગોત્સવ ફુલડોલ ઉત્સવ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે કેસૂડાના ફૂલોના રંગોથી દિવ્ય રંગોત્સવ અને ફૂલડોલ ઉત્સવનો કાર્યકમ યોજવામાં આવતો હોય છે. જેમાં ગુજરાતભરમાંથી હજારોની સંખ્યામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો આ ઉત્સવમાં ભાગ લેવા આવતા હોય છે. આ વર્ષે કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે વડતાલ સ્વામિનારાયણ મંદિર પ્રશાસન મુલત્વી રાખવાનો નિર્ણય લેવાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...