કચ્છમાં હાથ લાગી સોનાની લગડી જેવી વસ્તુ, NASAને પણ પડ્યો રસ
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ભૂસ્તરશાસ્ત્રીઓને કચ્છમાં સૌથી મોટું સંશોધન હાથ લાગ્યું છે. માતાના મઢ (mata no madh) ની જમીન મંગળ ગ્રહ જેવી હોવાની સાબિત થઈ છે, જેને કારણે હવે વિશ્વની સૌથી ટોચની સંશોધન સંસ્ખા નાસા (NASA) ને પણ આ રિસર્ચમાં ભારે રસ પડ્યો છે. કચ્છમાં આશાપુરાના સ્થાનક કહેવાતા માતાના મઢની જમીન જેરોસાઈટ (jarosite) ખનીજ ધરાવતી જમીન બની છે. ત્યારે બેસાલ્ટ ટેરેનમાં જેરોસાઇટ ધરાવતું દુનિયાનું એકમાત્ર સ્થળ કચ્છ બન્યું છે. 7.2 કરોડ વર્ષ પહેલાં કચ્છની ધરતીમાં "જેરોસાઇટ" ધરબાયેલું હતું. નાસા કે ઇસરોના મિશન મંગળ પહેલાં રોવર લેન્ડિંગ માટે અહીં અભ્યાસ થશે. આ માટે નાસાના વિજ્ઞાનીઓ કચ્છ (Kutch) પણ આવીને ગયા છે.
ઘરેલુ ક્રિકેટના બાદશાહ કહેવાતા આ ઈન્ડિયન ક્રિકેટરે જાહેર કરી પોતાની રિટાયરમેન્ટ
કચ્છની ધરતી એવી છે કે તેમાં અનેક રહસ્યો છુપાયેલા છે. આ રહસ્યોને કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો અહી રિસર્ચ કરવા માટે પ્રેરાયા છે. અહીની જમીન પર અનેકવાર નવા નવા સંશોધનો થતા રહે છે અને નવી નવી બાબતો સામે આવતી રહે છે. ત્યારે હવે કચ્છનું નામ સીધુ જ મંગળ ગ્રહ સાથે જોડાયું છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, કચ્છમાં મંગળ ગ્રહની સપાટી પર મળી આવતું જેરોસાઈટ નામનું ખનીજ મળી આવ્યું છે. આ જમીન કચ્છના માતાના મઢ મંદિર પાસેની છે. જે સાબિત કરે છે કે કચ્છના આ વિસ્તારની જમીન મંગળ ગ્રહ જેવી જ છે.
હનિમૂન માટે મલેશિયા ગયું હતું કપલ, નવીનવેલી દુલ્હન શંકાસ્પદ કોરોના વાયરસ સાથે રાજકોટ આવી
આઈઆઈટી ખડગપુર, સ્પેસ એપ્લિકેશન રિસર્ચ સેન્ટર અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ હૈદરાબાદના સંયુક્ત પ્રયાસે આ રિસર્ચ હાથ ધરાયું હતું. જેમાં મોટો ખુલાસો થયો છે. ત્યારે હવે આ સંશોધનમા નાસાને પણ રસ પડ્યો છે. નાસા પણ હવે જેરોસાઈટ મામલે રિસર્ચ કરશે. આ રિસર્ચ પરથી જાણવા મળશે કે મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા કેવું વાતાવરણ હતું. જેના પરથી એ પણ માહિતી મળશે કે શું મંગળ ગ્રહ પર જીવન શક્ય છે કે નહિ.
સુરતી કાકાના પિટારામાંથી ખૂલ્યો શાહજહાનો ભૂતકાળ
નાસાના વૈજ્ઞાનિકો તાજેતરમાં જ કચ્છની આ સાઈટ પર આવ્યા હતા. ત્યારે હવે દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે ફરીથી કચ્છ રિસર્ચનું મોટું એપિસેન્ટર બની શકે છે. હાઈડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ અને લોહતત્વના ઘટકોથી જેરોસાઇટ બને છે. સેન્ટ લુઈસ સ્થિત વોશિંગટન યુનિવર્સીટીના વિજ્ઞાનીઓએ કહ્યું છે કે, માતાનામઢ એ મંગળ ગ્રહની બેસ્ટ મિનરોલોજી એનાલોગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે