ઝી મીડિયા/બ્યૂરો :દેશની સંસદીય પ્રણાલીમાં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભામાં સન્માનવાની પરંપરા છે. ભારતીય સંસદના બંને ગૃહોમાં અત્યાર સુધી કુલ 23 સભ્યોને ઉત્કૃષ્ટ કામગીરી માટે એવોર્ડ આપવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત વિધાનસભાએ આ પ્રણાલીને અનુસરતા  શ્રેષ્ઠ વિધાનસભ્યના એવોર્ડ આપવાની પ્રથા શરૂ કરી છે. ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સભ્યોને એવોર્ડ આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વર્ષ ૨૦૨૦ માટે અને વર્ષ ૨૦૧૯ માટે વરિષ્ઠ  ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની પસંદગી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : surat blast ને લોકોએ અડધી રાત્રે સૂર્યોદય ગણાવ્યો, ઘરની બારીમાંથી ક્લિક કરેલી તસવીરો કરી શેર


ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા સત્રના ચોથા દિવસે શ્રેષ્ઠ વિધાયક એવોર્ડથી બંનેને સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત વિધાનસભામાં આ નવી પરંપરા શરૂ કરવા માટે વિધાનસભા અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે, વિધાનસભા અને લોકસભા એ દેશની લોકશાહીના મૂલ્યોના જતન અને તેને સાચવવા સંવર્ધન માટેના સર્વોચ્ચ કેન્દ્રો છે. તેને લોકશાહીના મંદિર કહેવાયા છે, ત્યારે એ મંદિરમાં બેસનારા સૌનું વર્તન, વિચાર, વાણી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની સક્રિયતા એવા હોય કે એ બધા માટે માર્ગદર્શક અને પ્રેરણા રૂપ બને. 


આ પણ વાંચો : ગુજરાતના દરિયામાં પાકિસ્તાનની નાપાક હરકત, બોટ પર ફાયરિંગ કરીને ખલાસીને ઘાયલ કર્યો


આ પ્રણાલી આવનારા દિવસોમાં વધુ ઉજ્જવળ બનશે. તેમજ પ્રજાના પ્રતિનિધિઓ માટે એક નવી પરિપાટી ઊભી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ પોતાના રાજ્ય સભાના સભ્ય તરીકેના કાર્યકાળનું સ્મરણ કરતાં કહ્યું કે, સારા સાંસદ કે વિધાયક બનવા માટે સારા શ્રોતા અને ગૃહમાં નિયમિત હાજરી, અવલોકન શક્તિ આવશ્યક છે. આવા સભ્ય જ્યારે કોઈ રજૂઆત કરે કે ચર્ચાને અંતે સહભાગી થાય ત્યારે સચોટતા અને બારીકાઈથી રજૂઆત કરતા હોય છે. 


આ પણ વાંચો : અમદાવાદમાં વૃદ્ધએ કરી આત્મહત્યા, ફરી વિવાદમાં આવી રાજસ્થાન હોસ્પિટલ